Wednesday, 20 March 2019

અમદાવાદ યુનિવર્સિટી ખાતે ૩૬ કલાકની હેકાથોનનું આયોજન

SHARE

 અમદાવાદ યુનિવર્સિટી ખાતે ૩૬ કલાકની  હેકાથોનનું આયોજન થયું હતું. જેમાં અલગ અલગ ટેક્નોલોજી  જેમકે આઈ..ટી, બ્લોકચેન, ફિંટેક , મશીન લર્નિંગ અને ઔગ્મેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટી(AR / VR ) ની ટીમો આવી હતી.જેમાં AR/VR માં ચારુસેટ યુનિવર્સિટી સંચાલિત ચંદુભાઈ એસ. ટેલ ઇન્સ્ટિયૂટ ઓફ ટેક્નોલોજીના  ઋત્વિક ચૌહાણ , નીલ પટેલ, હર્ષ બંસલ અને રવિ પટેલની ટીમ પ્રોફેસર ડો. અમિત ગણાત્રા, આસિસ્ટન્ટ  પ્રોફેસર દિવ્યેશ પટેલ , આસિસ્ટન્ટ  પ્રોફેસર નિલેશ દુબે અને આસિસ્ટન્ટ પ્રોફેસર સાગર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રથમ સ્થાન મેળવ્યું. ટીમ ના લીડર ઋત્વિકના અનુસાર આ વિજયનો સીધો  શ્રેય ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટિયૂટ ઓફ ટેક્નોલોજીને જાય છે જે આવી ઉભરતી ટેક્નોલોજી ને સમજવા અને તેના પર નવું સંશોધન કરવા માટે એક સારું માધ્યમ પૂરું પાડે છે. ચારુસેટ યુનિવર્સિટી માં AR / VR  માટે એક અદ્યતન પ્રયોગ શાળા છે જેમાં અદ્યતન ગુણવતા વાળા કમ્પ્યુટર્સ છે જે ખાસ કરીને AR / VR માટે ઉપયોગ માં લેવાય છે. અંતમાં ઋત્વિકએ  યુનિવર્સિટી અને એના પ્રશાસનનો આભાર માની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.


SHARE

Author: verified_user

0 comments: