Wednesday, 20 March 2019

પત્રકારની હત્યા મામલે મીડિયા મિત્રોએ વસ્ત્રાપુરમાં કાઢી કેન્ડલ માર્ચ, પોલીસ હજી પણ નિષ્ફળ

SHARE

પત્રકારની હત્યા મામલે મીડિયા મિત્રોએ વસ્ત્રાપુરમાં કાઢી કેન્ડલ માર્ચ, પોલીસ હજી પણ નિષ્ફળ

ખાનગી ટીવી ચેનલના પત્રકાર (કોપી એડિટર) ચિરાગ પટેલે આત્મહત્યા કરી કે હત્યા નિપજાવાઈ? આ રહસ્ય ઉકેલવા ચાર દિવસથી પ્રયાસ કરી રહેલી પોલીસ પણ ‘અવઢવ’માં અટવાઈ છે. ચિરાગના સ્વજનોએ મુખ્યમંત્રી ઓફિસમાં રજૂઆત કરતાં અને સોશિયલ મીડિયામાં મેસેજીસ વાયરલ થતાં પોલીસે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.
ચિરાગ પટેલના રહસ્યમય મૃત્યુના ચાર દિવસ વીતી ગયા પછી પણ પોલીસ કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી ન શકતાં સોશિયલ મીડિયામાં ‘ચિરાગને ન્યાય આપો’ના મેસેજ વાયરલ થયાં હતા. મંગળવારે રાતે પત્રકારોએ વસ્ત્રાપુર તળાવ પાસે કેન્ડલ માર્ચ યોજી હતી. ચેનલો અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોએ મૌન પ્રાર્થના પણ કરી હતી. બીજી તરફ ઝોન-5 DCP અક્ષયરાજ મકવાણાએ ‘ચિરાગના મૃત્યુ અંગે જાણકારી હોય તો પોલીસને આપવા અપીલ’ કરી હતી.

તમને જણાવી દઇએ કે, નિકોલમાં રહેતા અને ગુજરાતી ન્યૂઝ ચેનલના કોપી એડિટરના શંકાસ્પદ મોત કેસમાં 3 દિવસ જેટલો સમય વીતી ગયા પછી પણ પોલીસને કોઈ કડી મળતી નથી. આ મામલામાં જાંબાઝ ગણાતી ક્રાઈમ બ્રાન્ચ પણ નિષ્ફળ નિવડી છે. આ દરમિયાન ચિરાગને ન્યાય અપાવવા પત્રકારોએ કેમ્પેઈન શરૂ કર્યું છે.

SHARE

Author: verified_user

0 comments: