લીંબડી માં પત્રકારો તેમજ પ્રિન્ટ મીડિયા એ અમદાવાદના પત્રકારની હત્યાના ઘટના બની તે વખોડી કાઢી તેને લઈ લીંબડી ડેપિયુટી કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું
પ્રિન્ટ મિડીયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા પત્રકારો, કેમેરામેન અને ફોટોગ્રાફરોએ તેમજ મીડિયાના પ્રતિનિધિઓએ કલેકટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાડી ને શ્રદ્ધાંજલિ આપી
આ મામલે લીંબડી તાલુકા અધિક કલેક્ટરને લીંબડી પત્રકાર ગ્રુપ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
તાજેતરમાં અમદાવાદ માં ખાનગી ટીવી ચેનલના પત્રકાર ઉપર ફરજ બજાવતી વેળાએ હત્યા થવા પામી હતી આથી પત્રકાર ઉપર થયેલ હુમલો અને મોતની ઘટનાને લીંબડી ના પત્રકારો તેમજ પ્રિન્ટ મીડિયા એ વખોડી કાઢી હતી તેમજ ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય અને હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લઈને ન્યાયીક તપાસની માંગ ઉઠાવી હતી
તેમ છતાં આ મામલે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો લીંબડી ના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો દ્વારા કાર્યક્રમ બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે

0 comments: