Wednesday, 20 March 2019

શ્રીજી મંદિર માં દ્વિતીય પાટોત્સવકેલિફોર્નિયાના બેલ ફ્લાવર ખાતેનાની ભવ્ય ઉજવણી.....

SHARE
શ્રીજી મંદિર માં  દ્વિતીય પાટોત્સવકેલિફોર્નિયાના બેલ ફ્લાવર ખાતેનાની ભવ્ય ઉજવણી.....
           કેલિફોર્નિયાનાબેલ ફ્લાવર ખાતે આવેલ શ્રીજી મંદિરને દ્રિતીય વર્ષ પુર્ણ થતું હોઈ આ મંદિરમાં દ્વિતીય પાટોત્સવ ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી...
        તા.૧૭ મી માર્ચ ને રવિવાર ના રોજ સાંજના ૪ થી ૭ સુધી ' હોલી રસિયા તથા રાસ-ગરબાની રમઝટ યોજાઈ હતી.
   કલાકાર જયશ્રી ગોહિલ તથા નીપા શાહ ના કંઠે હોલી ગીતો તથા રાસ ગરબાની હૅલી વરસી હતી... સાથે સુરેશ ભટ્ટ દ્વારા ઢોલના તાલે સૌ વૈષ્ણવો ખૂબજ આનંદથી જોડાયા હતા. ત્યાર બાદ કેટલાક મનોરંજન કાર્યક્રમો બહેનો એ રજુ કર્યા  હતા...
       આ દ્વિતીય પાટોત્સના મુખ્ય મનોરથી ચંદ્રિકાબેન તથા જયશ્રીબેન ભાવસાર હતા. તથા સહ મનોરથી અનિતાબેન તથા ભાર્ગવ પટેલ,રેખાબેન બજારીયા વગેરે હતા, ઉપરાંત અનેક બીજા મનોરથી ભાઈ-બહેનો હતા. કાર્યક્રમની શરૂઆત માં શ્રીમતિ અનિતા ભાર્ગવ પટેલ દ્વારા સૌને મીઠો આવકાર આપવામાં આવેલ...કાર્યક્રમ દરમ્યાન સૌ વૈષ્ણવો એક બીજાને રંગ બેરંગી રંગો દ્વારા હોલી રસિયાનો આનંદ માણ્યો હતો...
     અંતમા દ્વિતીય પાટોત્સવ નિમિત્તે કૅક પણ કાપવામાં આવેલ.. અંતે મહા-પ્રસાદી સાથે કૅક ની પણ પ્રસાદી આપવામાં આવી હતી...


SHARE

Author: verified_user

0 comments: