Tuesday, 19 March 2019

વડોદરા: રિક્ષામાં મુસાફરોને લૂંટતી ગેંગની મહિલા સાગરીત ઝડપાઈ

SHARE





વડોદરા: રિક્ષામાં મુસાફરોને લૂંટતી ગેંગની મહિલા સાગરીત ઝડપાઈ

- બાળકને ખોળામાં રાખી પેસેન્જરને વાતોમાં પેરવવાની ભૂમિકા હતી

વડોદરા, 
શહેરના અકોટા બ્રિજ પાસેથી બે દિવસ પહેલા રીક્ષાના પેસેન્જરોના સામાનની ઉઠાંતરી કરતી ટોળકી ઝડપાઈ ગઈ હતી. સુરતથી વડોદરા આવી રિક્ષામાં મુસાફરોની જેમ ફરતી આ ટોળકી અન્ય મુસાફરના દાગીના અને સામાનની સિફતપૂર્વક ઉઠાંતરી કરવામાં માહેર હતી.

આ ટોળકીએ અકોટાના સામાજિક કાર્યકરની બે તોલાની ચેન લૂંટી લીધી હોવાની અને બીજા અનેક ગુના આચર્યા હોવાની વિગતો બહાર આવી હતી.
ટોળકીમાં એક મહિલા સાગરીતની મુખ્ય ભૂમિકા હોવાનું ખૂલતા પોલીસે હિના ગોપાલ માળી રહે. વાવેરા રોડ રાજુલા અમરેલીને આજે મહિલા પોલીસની મદદથી ઝડપી પાડી છે.

આ મહિલા સાગરીત નાના બાળકને લઈ રિક્ષામાં બેસતી હતી અને અજાણ્યા પેસેન્જર ને વાતોમાં પેરવી તેનું ધ્યાન બીજે ભજવવાની ભૂમિકા અદા કરતી હતી. જેથી અન્ય સાગરીતોનું કામ આસાન થઈ જાય અને કદાચ પકડાઈ જાય તો બાળકને લીધે તે દયાપાત્ર બને. પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.
SHARE

Author: verified_user

0 comments: