Tuesday, 19 March 2019

ડાકોરના ભક્તિમાર્ગો પદયાત્રીઓથી ઊભરાયા

SHARE

ડાકોરના ભક્તિમાર્ગો પદયાત્રીઓથી ઊભરાયા

- ફાગણી પૂનમે શ્રીજીના દર્શન કરવા તલપાપડ

- ભક્તોના 'જય રણછોડ, માખણ ચોર'ના નાદથી ભક્તિમાર્ગો ગૂંજી ઉઠયા


nadiad

, તા.૧૮
ફાગણી પૂનમ પર ડાકોર જતા પગપાળા યાત્રીકોની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદ ઉપરાંત નડિયાદ, આણંદ, વડોદરા તથા પંચમહાલ તરફથી ડાકોરને જોડતા માર્ગો પર આજે પદયાત્રીઓથી ભરચક બનવા લાગ્યા હતા.માર્ગો જયરણછોડ..માખણચોરના જયઘોષથી ગૂંજી ઉઠયા છે.ડાકોર રણછોડરાયજીના મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરાતા ડાકોર પહોંચેલા યાત્રિકો દર્શનનો લાભ લઇ રહ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદથી ડાકોર આવતા પદયાત્રીઓની સંખ્યા વધી રહી  છે.અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી આવતા પદયાત્રીઓના સંઘોએ ડાકોર તરફ પ્રયાણ કર્યુ છે. યાત્રીકોએ મોટાભાગનું અંતર કાપી ચૂક્યા છે. આજે સાંજે અનેક પદયાત્રીઓએ ખાત્રજ ચોકડીથી આગળ મહુધા ચોકડી અને તેનાથી આગળનું અંતર કાપી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું, તો અમદાવાદ તરફથી રીંગ રોડ, રાસ્કા, કનીજ, નેનપુર ચોકડી તરફથી હાથમાં ધજાઓ લઈ અનેક પદયાત્રીઓ અને સંઘો ડાકોર જવા માટે પ્રસ્થાન કર્યુ છે. 
પદયાત્રીઓ એક દિવસનું લગભગ ૧૯ થી ર૨ કિ.મી.નું અંતર કાપી રહ્યા છે. રાસ્કા-કનીજથી આગળ ખાત્રજ ચોકડી અને મહુધા ચોકડી સહિત આગળના  માર્ગો પદયાત્રીઓથી ધમધમી  રહ્યો છે. અમદાવાદથી  આવનાર મોટાભાગના સંઘોએ આજે સાંજ સુધીમાં રીંગ રોડ તથા રાસ્કા અને કનીજથી આગળના માર્ગનું અંતર વટાવી દીધું હતું.  તેથી આ માર્ગો પર પદયાત્રીકોનુ માનવ મહેરામણ જોવા મળે છે.
SHARE

Author: verified_user

0 comments: