Tuesday, 26 March 2019

યુવાનોને ૧૦૦ ટકા મતદાન કરવા જિલ્લા વહીવટી તંત્રનુ આહ્નાન પારૂલ યુનિવર્સિટીમાં મતદાન જાગૃતિ અંગે યોજાયો કાર્યક્રમ

SHARE
યુવાનોને ૧૦૦ ટકા મતદાન કરવા જિલ્લા વહીવટી તંત્રનુ આહ્નાન
પારૂલ યુનિવર્સિટીમાં મતદાન જાગૃતિ અંગે યોજાયો કાર્યક્રમ


વડોદરા :જિલ્લા વહીવટી તંત્ર અને પારૂલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોમાં જાગૃતિ કેળવવા દેશ કા મહા ત્યૌહારહેસટેગ ગો વોટ શીર્ષક અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેલા અધિકારીઓએ યુવાનોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. તેમજ ૧૦૦ ટકા મતદાન કરવા આહ્વાન કર્યું હતુ. તેમજ ધર્મજ્ઞાતિજાતિ,ભાષાથી ઉપર ઉઠીને મતદાન કરાવની પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓને લેવડાવામાં આવી હતી
કાર્યક્રમમાં હાજર રહેલ મુખ્ય સંકલન અધિકારી શ્રી સુધીર જોશીએ એક વોટની કિંમત સમજાવતા કહ્યુ હતું કેસરકાર તમારા એક વોટ પાછળ ઘણી મશીનરી લગાવે છે. આ ચૂંટણીમાં ૯૦ કરોડથી વધુ લોકો મતદાન કરવાના છે. તેમજ લોકશાહીમાં લોક ભાગીદારી અને જવાબદારી મહત્વની હોય છે. સાથે જ યુવાનોને ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરી હતી.
નોડલ ઓફિસર અને શિક્ષાધિકારીશ્રી ડો. રાઠોડે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યુ કેવધુમાં વધુ મતદાન કરવાની અને કરાવવાની જવાબદારી યુવાનોની છે. તમારી આસપાસનાવયોવૃદ્ધ અને દિવ્યાંગોને મતદાન મથક સુધી પહોંચાડવા મદદરૂપ થવા યુવાનોને આહ્વાન કર્યુ હતુ.
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર શ્રી ડો. પટેલે જણાવ્યું કેલોકોને વોટ આપવા પ્રેરિત કરવા અને વોટ કરવા માટે જાગૃતિ લાવવી પણ દેશ સેવા જ છે. આ સાથે તેમણે લોકશાહીના મહાપર્વમાં વોટ આપી જોડાવા અપીલ કરી હતી.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વસૈયાએ  લોકશાહીની વ્યાખ્યા સમજાવતા કહ્યુ કેલોકશાહીમાં લોકોની ભાગીદારી અનિવાર્ય છે. અને વોટ કરી લોકશાહીને જીવંત રાખવા રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે જોડાશો.
આ કાર્યક્રમમાં એમ. એસ. યુનિવર્સિટીના પરફોર્મિગ આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ સંગીતમય પ્રસ્તુતિ આપી હતી. તેમજ વોટિંગ દિવસ આયો....જેવા ગીતો રજૂ કરીને યુવાનને મતદાન કરવા અપીલ કરી હતી. 
SHARE

Author: verified_user

0 comments: