લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી - કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ વાઘોડિયા
અને સાવલી બેઠકના ક્રિટીકલ અને વલ્નરેબલ મતદાન મથકોનું નિરીક્ષણ કર્યુ
શાંતિપૂર્ણ અને નિર્ભય મતદાનની તકેદારી રૂપે જરૂરી વ્યવસ્થાઓની
સમીક્ષા કરી
વડોદરા : જિલ્લા
ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન પ્રમાણે જિલ્લા ચૂંટણી તંત્ર
વડોદરા શહેર-જિલ્લામાં લોકસભા ચૂંટણીઓના શાંતિપૂર્ણ, નિર્ભય અને નિષ્પક્ષ મતદાનની ખાતરી માટે સંકલ્પબદ્ધ
છે અને તકેદારીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. તેના અનુસંધાને ભારતના ચૂંટણી
પંચની સૂચનાઓ પ્રમાણે જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી તરૂણકુમાર
દુગ્ગલે વાઘોડિયા અને સાવલી વિધાનસભા ક્ષેત્રના ક્રિટીકલ અને વલ્નરેબલની શ્રેણીમાં
વર્ગીકૃત કરવામાં આવેલા ૧૭થી વધુ મતદાન મથકોની મુલાકાત લઈને સંવાદ અને નિરીક્ષણ
કર્યું હતુ તથા જોખમી પાસાઓ, ભૂતકાળની
ઘટનાઓ ઇત્યાદીને આધારે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ તમામ મતદાન મથકોના મતદારોને
નિર્ભય મતદાનની ખાતરી મળે તે માટે બંને ઉચ્ચાધિકારીઓએ વિચાર વિમર્શ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા
ચૂંટણી અધિકારીએ આ અગાઉ શહેર પોલીસ કમિશનરશ્રી સાથે વડોદરા શહેરના ત્રણ પોલીસ મથકો
હેઠળ આવતા ક્રિટીકલ-વલ્નરેબલ મતદાન મથકોનું નિરીક્ષણ કર્યું હતુ. શહેર-જિલ્લામાં
તા.૨૩મી એપ્રિલના રોજ સરળ, નિર્ભય
અને નિષ્પક્ષ મતદાનની ખાતરી માટેની તકેદારીના રૂપમાં આવી સંયુક્ત મુલાકાતો આ
પ્રકારના તમામ વિસ્તારોમાં લેવાનું ચૂંટણી તંત્ર અને પોલીસ તંત્રનું આયોજન છે.



0 comments: