વર્લ્ડ વોટર ડે ની ઉજવણી
એન.એસ.એસ.યુનિટ, એસ. વી. આઈ. ટી. વાસદ દ્વારા આજે વર્લ્ડ વોટર ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આજે જ્યારે વિશ્વમાં પીવાના પાણીની ખૂબ અછત વર્તાઇ રહી છે ત્યારે આપણે એ પાણી નું કરકસર યુક્ત ઉપયોગ કરીને તેનું કઈ રીતે જતન કરી શકીએ કે જેથી કરીનેઆપણા આવનાર સમયમાં અને આપણી આવનાર પેઢીને શુધ્ધ પીવા યોગ્ય પાણીની કોઇ તકલીફ ઊભી ના થાય.
વર્લ્ડ વોટર ડે નિમિત્તે એક વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી.એમ. ખાન સર (રીટાર્યડ. એજ્યુકેટીવ એન્જિનિયર, ગેરી, વડોદરા) દ્વારા વિદ્યાર્થીઓને પાણી વિશેની તલસ્પર્શી જાણકારી આપવામાં આવી હતી. પીવાના શુદ્ધ પાણી ની જે અછત આજે વિશ્વસ્તરે વર્તાઇ રહી છે તેનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે વિશે પર વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી.
આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતની જીવનદોરી કેવી રીતે થઈ છે તેની માહિતી ની સાથે નર્મદા ડેમ ની સંપૂર્ણ માહિતી આપી હતી.
આ પ્રસંગે કોલેજના એન.એસ.એસ.ના વોલેન્ટિયર્સ, અન્ય વિદ્યાર્થીઓ ઉપરાંત રાજુપુરા ગામના સ્કૂલ ના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આનો લાભ લીધો હતો.
પ્રોફેસર ડૉ.એમ.એન. ત્રિવેદી ના હસ્તે શ્રી એમ ખાન સર ને મોમેન્ટો આપી આભાર માનવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ.ના વોલેન્ટિયર રાહુલ ચૌહાણ દ્વારા એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર વિકાશ અગ્રવાલ ના માર્ગદર્શન માં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની અંતે વિદ્યાર્થીઓએ પાણીનો બગાડ નહીં કરીએ અને તેનું જતન કરીશું એવી પ્રતિજ્ઞા લીધી હતી.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ. જે. એન. શાહ અને આચાર્ય ડૉ. ડી પી. સોની અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવા મા આવી હતી.


0 comments: