Friday, 22 March 2019

કોંગ્રેસ અને પાકિસ્તાનની ભાષા સરખી, સામ પિત્રોડાને ઝાટકતા -ભરત પંડ્યા -ભાજપ પ્રવકતા

SHARE
કોંગ્રેસ અને પાકિસ્તાનની ભાષા સરખી, સામ પિત્રોડાને ઝાટકતા -ભરત પંડ્યા ,ભાજપ પ્રવકતા





અમદાવાદ: સામ પિત્રોડા નાં નિવેદન સામે ભાજપ પ્રવકતા શ્રી ભરત પંડયાએ તીવ્ર  પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું. હુમલાઓ તો થતાં રહે અને પુલવામાં હુમલામાં પાકિસ્તાન જવાબદાર નથી  એ દેશ માટે આઘાતજનક છે. રાહુલ ગાંધીની થીન્કટેન્ક  અને  વિદેશમાં પણ તેમનાં કાર્યક્રમનાં સંયોજક હોય છે. આ નિવેદન આ જ કોંગ્રેસની, રાહુલ ગાંધીનાં વિચારો અને ભાષા છે. દુનિયાનાં  દેશો પુલવામા હુમલામાં પાકિસ્તાન જવાબદાર છે. તેવું માનીને ભારતને સંપૂર્ણ સમર્થન  કરી રહ્યાં છે. દેશનો વિપક્ષ કોંગ્રેસ પાકિસ્તાન જવાબદાર  નથી તેમ કહે છે. હમેશાં કોંગ્રેસ અને પાકસ્તાનની ભાષા એક સરખી કેમ હોય છે. ? સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક વખતે કોંગ્રેસનાં પુરાવા માંગતાં  નિવેદનો એ દેશનાં જવાનો, શહીદોનું અપમાન છે. દેશનાં જવાનો સ્ટ્રાઈક પાકિસ્તાનમાં કરે છે. અને કોંગ્રેસ અહીં કોમામાં કેમ જાય છે.? દેશની  જનતા જવાનો માટે ગૌરવ આનંદ લઈ રહી છે ત્યારે કોંગ્રેસ શોકમાં કેમ જતી રહે છે ? દેશનાં જવાનો અને દેશનું અપમાન કરનાર કોંગ્રેસને ગુજરાત કે દેશની જનતા કયારેય માફ નહીં કરે.તેમ શ્રી ભરત પંડયાએ અંતમાં જણાવ્યું હતું.
SHARE

Author: verified_user

0 comments: