કપડવંજ કોલેજમાં ટી.વાય. બી.એ / બી.કોમ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા -વિદાય સમારોહ યોજાયો
કપડવંજ :
કપડવંજ કેળવણી મંડળ સંચાલીત શાહ કે.એસ. આર્ટ્સ એન્ડ વી. એમ.પારેખ કોમર્સ કોલેજ કપડવંજ ના ટી.વાય.બી.એ.અને ટી.વાય.બી.કોમ નો શુભેચ્છા વિદાય સમારોહ એસ. વાય.બી.એ./બી.કોમ ના વિધાર્થીઓ દ્વારા આયોજિત કરાયો હતો જેમાં આરંભમાં એસ.વાય ના વિદ્યર્થિઓએ પુષ્પ આપી કુમકુમ તિલક લગાવી ટી.વાય ના વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી દરેક વિભાગ અને કોમર્સ વિષયના એસ.વાય.બી.એ. /બી.કોમના વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષના સંશમરણો ને વાગોળતા કોલેજની વિશેષતા વ્યક્ત કરી હતી દરેક વિષયના વિભાગીય વાળા પ્રો.વાય.બી.મહાલે ,ડૉ. હિતેન્દ્ર જોશી ,ડૉ.રીટાબેન રાણા ,ડૉ જવનિકાબેન શેઠ ,પ્રો.એ.બી.પાંડા અને ડૉ જે.બી.બોડાત એ વિદ્યાર્થીઓને સારા પરિણામ સાથે ઉતિણઁ થવા માટે શુભેચ્છા પાઠવી હતી ક્રાયક્રમના અધ્યક્ષ સ્થાને થી આચાર્ય શ્રી ડૉ. ગોપાલ શર્મા એ સખત પરિશ્રમ કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું જીવનમાં કશુંક મેળવવું હોયતો સખત પરિશ્રમ કરવો જોઈએ એમ જણાવ્યું હતું .ક્રાયક્રમનું સંચાલન પ્ર।. એલ.પી.વણકર એ અને આભારદર્શન પ્રા.જે.એ.બ્રહ્મભટ્ટે કર્યું હતું ક્રાયક્રમ ના અંતે વિદ્યાર્થીઓ દવારા કોલેજને કુડા સાથેના છોડ સ્મુર્તિભેટ તરીકે આપવામાં આવ્યા હતા અંતે ગ્રુપ ફોટો સેશન કરી કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો
bay-kalpesh patel

0 comments: