ચારૂસેટ ખાતે‘ઇન્વેસ્ટર ઇન્ફોર્મેશન સેમીનાર’ નું
આયોજન
આણંદ:આજના ઉદ્યોગ જગતમાં કૌશલ્યવર્ધક યુવાનો માટે અપાર તકો રહેલી છે. આ તકો
પારખી એક ઉજ્જવળ કારકિર્દીના ઘડતર માટે ઉદ્યોગ જગત અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે
મળીને કામ કરે એ અત્યન્ત આવશ્યક છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખતા ચારૂસેટ સ્થિત
ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજેમેન્ટ ખાતે આંતરપ્રીન્યોરશીપ
ડેવલોપમેન્ટ એન્ડ ઇન્કયુબેશન સેલ (EDIC) ની સ્થાપના કરવામાં આવેલ છે.
આંતરપ્રીન્યોરશીપ ડેવલોપમેન્ટ એન્ડ ઇન્કયુબેશન સેલનાસઘન પ્રયત્નોના સફળ
પરિણામરૂપે સેલ હેઠળ તાલીમ પામેલ ઘણા વિદ્યાર્થીઓના બિઝનસ આઈડિયા, પ્લાન, અને
પ્રપોસલ પર રોકાણકારોએ રસ દાખવવાની શરૂઆત કરેલ છે.આજ પહેલના ભાગરૂપે તા. ૧૩ માર્ચ,
૨૦૧૯ ના રોજ ચારૂસેટ ખાતે‘ઇન્વેસ્ટર ઇન્ફોર્મેશન સેમીનાર’ નું
આયોજન કરવામાં આવેલ હતું જેમાંએન્જિનીયરીંગ, ફાર્મસી, અને મેનેજમેન્ટ વિદ્યાશાખાના૮૫
થી પણ વધુ ઉદ્યોગસાહસિક વિદ્યાર્થીઓએ ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું.આ સેમિનારના મુખ્ય તજજ્ઞ પદે યુ.એસ.એ.ના શિકાગો સ્થિત એન.આઈ.એન.
વેન્ચર્સ એલ.એલ.સી. (NIN Ventures LLC) નાસી.ઈ.ઓ. મિસનિન
દેસાઈઉપસ્થિત રહ્યા હતા.તેઓનામત અનુસાર ગુજરાત ખાતે ચારૂસેટ
યુનિવર્સિટી બીજી શૈક્ષણિક સંસ્થોના પ્રમાણમાં
આંતરપ્રીન્યોરશીપ એન્વાયરમેન્ટના નિર્માણમાખરા અર્થમાં સફળ થયેલ છે.
આ પ્રસંગે ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી અને
રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી ખાતે વધુને વધુ આંતરપ્રીન્યોરશીપ
પ્રોગ્રામ્સ નું આયોજન કરી ઉદ્યોગસાહસિકબનવા માંગતા વિદ્યાર્થીઓમાં જરૂરી કૌશલ્યો
અને ક્ષમતાઓ વિકસાવવામાં આવશે.
ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટયુટ ઓફ
મેનેજમેન્ટના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ વિદ્યાશાખાના ડીન ડો. ગોવિંદ દવેના
જણાવ્યા અનુસાર EDIC નોમુખ્ય ઉદેશ્ય ચારૂસેટ ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ
જેવો ઉદ્યોગ સાહસિક બનવાનું સ્વપ્ન સેવે અનેતેઓને બીઝનેસ પ્લાન, આંતરપ્રીન્યોરશીપ વિકાસલક્ષી ફાયદા,અને
વિવિધ તબક્કા વિષે માહિતગાર થઈ આંતરપ્રીન્યોરશીપ માટે જરૂરી આવડતો અને કૌશલ્યોનો
વિકાસ કરવાનો છે. હવેઆ ઉદેશ્યો ખરા અર્થમાં
સફળ થતા ચારૂસેટના વિદ્યાર્થીઓનેતેમના સ્ટાર્ટ અપ માટે રોકાણકારો મળી રહ્યા છે.
અત્રેઉલ્લેખનીય છે કે EDIC
હેઠળ અત્યાર સુધીમાં ૫૪૦૦વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવેલ તેમજવિદ્યાર્થીઓના૨૭ પ્રોજેક્ટના
વિકાસ માટે દરેકને૨ લાખનું નું ફંડ ફાળવવામાં આવેલ છે. વધુમાં યુનિવર્સિટી
ખાતેવિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને ક્રિએટીવીટીને વેગ મળે એ હેતુ સાથે ખાતેસ્ટેટ ઓફ
આર્ટ ટીંકરીંગ એન્ડ ફેબ્રીકેશન લેબોરેટરીઓનું નિર્માણ કરવામાં આવેલ છે જેમાં આઈ.ઓ.ટી.
સેન્સર કીટ્સ, રોબોટીક્સ, ડી.વાય.આઈ. કીટ્સ, ફેબ્રિકેશન ટુલ્સ, ૩ ડી પ્રિન્ટર
વગેરે સુવિધાઓ અને સંશાધનો આવેલ છે.
by-KALPESH PATEL,ANAND

0 comments: