રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જીલ્લા શાખા
ખાતે પ્રજ્ઞાચક્ષુ મતદાતાઓ માટે
દિવ્યાંગ નોડલ અધિકારીશ્રી તેમજ જિલ્લા
ચૂંટણી તંત્ર દ્વારા ડેમોનસ્ટ્રેશન યોજાયુ
બ્રેઇલ લીપીના ઉપયોગ થી પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ મતદારો મતદાન કરી શકશે
આણંદ- આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯નું
મતદાન તા.
૨૩-૪-૨૦૧૯ તેમજ મત ગણતરી તા.૨૩/૦૫/૨૦૧૯ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયાના
ભાગરુપે આણંદ જીલ્લા ખાતે પ્રજ્ઞાચક્ષુ મતદાતાઓ માટે વલ્લભવિધાનગર ખાતે આવેલ
રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જીલ્લા શાખા ખાતે દિવ્યાંગ નોડલ અધિકારીશ્રી તેમજ
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ડેમોનસ્ટ્રેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ. લગભગ
૪૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ મતદાતાઓએ આ તાલીમ નો લાભ લઇને પોતાના હકોની સ્વતંત્રતા અનુભવી
હતી. જેમાંથી આશરે ૨૫ જેટલા મતદાતાઓ પ્રથમ વખત મતદાન કરવાના છે. આ તાલીમમાં પ્રજ્ઞાચક્ષુ મતદાતાઓને EVM તેમજ VVPAT મશીનો ના સ્પર્શ કરવાની જાણકારી આપવામાં આવી હતી. તેમજ બ્રેઇલ લીપીના મદદથી
બેલેટ પેપર થી કેમનો મત આપી શકાય તેનાથી દરેક પ્રજ્ઞાચક્ષુ મતદાતાને સજાગ કરવામાં
આવ્યા હતા.
જિલ્લા મતદાન જાગૃતતા અભિયાનના પ્રેરક એમ્બેસડર
સુધાબહેને પણ આ ડેમોનસ્ટ્રેશન પ્રોગ્રામમાં ભાગ લઇને બીજાને પ્રેરણા સ્વરુપ
વકતવ્યમાં જણાવ્યુ કે “ભગવાન એ એક અંગ ની ખોડ આપી છે પરંતુ બીજા ઘણા અંગો થી સશ્કત કર્યા છે તેથી
આપણે દિવ્યાંગ કહેવાઇએ છીએ , આપણી વિશિષ્ટ જ્ઞાનેન્દ્રિયોનો
ઉપયોગ કરીને અહીં આપવામાં આવતા
ડેમોનસ્ટ્રેશન નો લાભ લઇને કોઇપણ સહાયક ની મદદ વગર બ્રેઇલ લીપીનો ઉપયોગ કરીને
સ્વતંત્ર રુપે ગુપ્ત મતદાન જરુરથી કરીશું.”
આ
ડેમોનસ્ટ્રેશન પ્રોગ્રામનો લાભ લઇ રહેલા એક પ્રજ્ઞાચક્ષુ મતદાતા ક્રિષ્નાબેહેન(ઉ.વ
-૨૨ વર્ષ) પોતાના ગત મતદાનના અનુભવમાં જણાવ્યુ હતુ કે “દરેક દિવ્યાંગ મતદાતાએ
મતદાન અવશ્ય કરવુ જોઇએ તેમજ પોતાને મળેલા ગુપ્તતાના મતદાનનો ઉપયોગ કરીને લોકશાહીને
પ્રબળ બનાવવી જોઇએ, ગત ચૂંટણી માં મેં મતદાન કર્યુ ત્યારે સહાયકની
મદદથી કર્યુ હતુ પરંતુ આ ડેમોનસ્ટ્રેશન પ્રોગામની મદદથી આ વખતે હું સહાયકની મદદ
વગર ગુપ્ત મતદાન જરુરથી કરીશ. ”


0 comments: