Friday, 29 March 2019

ખેડા જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્‍થિતિમાં ખર્ચ નિરીક્ષકોએ યોજી બેઠક

SHARE
જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્‍થિતિમાં ખર્ચ નિરીક્ષકોએ યોજી બેઠક
ખેડા લોકસભા બેઠક ઉપર ઉમેદવારોના ખર્ચના નિરીક્ષણ માટે ૭૮ ટીમો કાર્યરત
ચૂંટણી પંચ દ્ધારા નિમાયેલા ખર્ચ નિરીક્ષકોએ ઉમેદવારોના ખર્ચ સંદર્ભે માર્ગદર્શન આપ્‍યું







નડિયાદ-શુક્રવારઃ- ભારતના ચૂંટણી પંચ દ્ધારા ૧૭-ખેડા સંસદીય મતવિભાગ માટે બે ખર્ચ નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. ખર્ચ નિરીક્ષક તરીકે નિમાયેલા શ્રી દિનેશ સિંઘ દેવલ અને શ્રી માર્કેન્‍ડેય મિશ્રાએ નડિયાદ ખાતે જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી સુધીર પટેલની ઉપસ્‍થિતિમાં ચૂંટણી ખર્ચ સાથે જોડાયેલ ટીમો સાથે બેઠક કરી કામગીરીની સમીક્ષા કરી હતી.
        જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી સુધીર પટેલે જણાવ્‍યું કે લોકસભાની સામાન્‍ય ચૂંટણી જાહેર થતા જ જિલ્‍લામાં આદર્શ આચાર સંહિતાનો અસરકારક અમલ કરવામાં આવી રહયો છે.
        ખેડા સંસદીય મત વિભાગમાં સમાવિષ્‍ટ દસક્રોઇ વિધાનસભા મતવિભાગમાં ચૂંટણી ખર્ચ નિરીક્ષણ માટે નવ, ધોળકામાં ૧૦, માતરમાં ૧૨, નડિયાદમાં ૧૧, મહેમદાવાદમાં ૧૨, મહુધામાં ૧૨, કપડવંજ વિધાનસભા મતવિભાગમાં ૧૨ સહિત કુલ ૭૮ જેટલી ટીમો ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર નજર રાખવા કાર્યરત કરવામાં આવી છે. જેમાં એસ.એસ.ટી., વી.એસ.ટી., વી.વી.ટી., એફ.એસ.ટી. અને એકાઉટીંગ ટીમનો સમાવેશ થાય છે. આ કામગીરી માટે ૩૩૫ જેટલા કર્મીઓની નિમણૂંક કરવામાં આવી છે. શ્રી પટેલે ઉમેર્યું કે, ૧૭-ખેડા સંસદીય મતવિભાગનું જાહેરનામુ પ્રસિધ્‍ધ થતાં સ્‍ટેસ્‍ટીક સર્વેલન્‍સ ટીમો કાર્યરત કરવામાં આવી છે. ખર્ચ નિરીક્ષકો સર્વેશ્રી દિનેશ સિંઘ અને શ્રી માર્કેન્‍ડેય મિશ્રાએ ખેડા લોકસભા બેઠકની ચૂંટણી દરમિયાન ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શીકા મુજબ ઉમેદવારોના ખર્ચ સંદર્ભે વિસ્‍તૃત માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
        શ્રી સુધીર પટેલે પ્રિન્‍ટ તથા ઇલેકટ્રોનિક મીડિયામાં આવતા ઉમેદવારોની ચૂંટણીલક્ષી જાહેરાતો/પેઇડન્‍યુઝ માટે જિલ્‍લા કક્ષાએ એમ.સી.એસ.સી. તેમજ ઇ.એમ.એમ.સી. સેન્‍ટર કાર્યરત કરવામાં આવ્‍યું છે. તેની જાણકારી પણ ખર્ચ નિરીક્ષકોને આપી હતી.
        ખર્ચના નોડલ અધિકારી અને જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી ડી.એન.મોદીએ વિવિધ ટીમો દ્ધારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આપી હતી.
        આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી રમેશ મેરજા, નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી શ્રી વી.એમ.રાજપૂત સહિત વિવિધ ટીમોના કર્મીઓ હાજર રહયા હતા. 


SHARE

Author: verified_user

0 comments: