Saturday, 30 March 2019

દેડીયાપાડા મતવિસ્તારના ૨૩૨-પ્રિસાઇડીંગ અને ૩૩૦-આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ સહિત કુલ ૫૬૨ ઓફિસરોનો યોજાયેલો પ્રથમ તાલીમવર્ગ

SHARE
દેડીયાપાડા મતવિસ્તારના ૨૩૨-પ્રિસાઇડીંગ અને ૩૩૦-આસિસ્ટન્ટ
         પ્રિસાઇડીંગ સહિત કુલ ૫૬૨ ઓફિસરોનો યોજાયેલો પ્રથમ તાલીમવર્ગ






રાજપીપળા, શનિવાર – નર્મદા જિલ્લામાં આગામી તા.૨૩મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલનાં માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમી આયોજન અન્વયે  આજે દેડીયાપાડા આદર્શ નિવાસી શાળા ખાતે દેડીયાપાડાનાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગતની રાહબરી હેઠળ અંદાજે ૨૩૨ પ્રિસાઇડીંગ અને ૩૩૦ આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ અધિકારીઓ માટે બે તબક્કામાં તાલીમ વર્ગ યોજાયો હતો, જેમાં ગેરહાજર રહેનારાઓને ચૂંટણીતંત્ર તરફથી નોટીસ પાઠવવામાં આવી હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.
        દેડીયાપાડાના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી આર.એસ. દેસાઇએ આજે સવારે દેડીયાપાડા આદર્શ નિવાસી શાળા ખાતે પ્રથમ સત્રમાં ચાલી રહેલાં ઉક્ત તાલીમ વર્ગોની મુલાકાત લઇ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રિસાઇડીંગ ઓફિસરોને અપાઇ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. દેડીયાપાડાના મામલતદારશ્રી અવિચલ વસાવા અને સાગબારાના મામલતદારશ્રી દિપકભાઇ બારીયા પણ આ મુલાકાતમાં સાથે જોડાયાં હતાં.
        આ તાલીમવર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઇ હતી. દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે અંગે પણ આવા મતદારોને જરૂરી સુવિધા અને સહાયકની સેવા ઉપલબ્ધિ અંગે પણ જાણકારી અપાઇ હતી. તદ્ઉપરાંત તમામને EVM, VVPAT અંગે હેન્ડસ ઓન ચૂંટણીલક્ષી કામગીરી સબબ જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું. આ ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથોસાથ ચૂંટણીપંચે સૂચવેલ વૈકલ્પિક અન્ય ૧૨ દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઇ એક પુરાવો પણ હવે રજૂ કરવાનો રહેશે તેની પણ સમજ અપાઇ હતી. ચૂંટણી ફરજ ઉપરના અધિકારીશ્રીઓ / કર્મચારીઓને પોસ્ટલ બેલેટ-ઇડીસી દ્વારા મતદાન અંગે પણ માહિતગાર કરાયાં હતાં.
        પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં સુપરવાઇઝરી કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા, પૂર્ણ થયા બાદ EVM મશીન VVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયું હતું.
SHARE

Author: verified_user

0 comments: