ખેડા જીલ્લાના વિદેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલ બે આરોપીઓ ની પાસા હેઠળ અટકાયત કરતી એલ.સી.બી ખેડા-નડીયાદ
નડીયાદ : ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ નાઓએ જીલ્લામાં દારુ જુગારની બદી દૂર કરવા તથા અગાઉ દારુની ફેરાફેરી તથા પ્રવૃત્તીમાં સંડોવાયેલ તેવા રીઢા ગુનેગારો વિરૂદ્ધ અટકાયતી પગલા લેવા આપેલ સુચના અન્વયે નડિયાદ રૂરલ પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.નં. ૪૪/૧૯ પ્રોહી એકટ કલમ.૬૫ઇ,૬૭એ,૧૧૬બી, ૮૧,૯૮(૨),૯૯ મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ(૧) કુલયસ સ/ઓ રામેહરસિંહ ફતેસિંહ જાટ રહે.ગાંવ દહકોરા શીવમંદીરવાળી ગલી તા.બહાદુરગઢ જી.ઝજ્જર હરિયાણા (૨) નિરજ સ/ઓ રવિન્દ્રકુમાર રઘુવીરસિંહ જાટ રહે.ગાંવ દહકોરા શીવમંદીરવાળી ગલી તા.બહાદુરગઢ જી.ઝજ્જર હરિયાણાનાઓની વિરૂદ્ધમાંપ્રોહીબિશનધારા હેઠળના કેસોમાં ઇ.પો.ઇન્સ. શ્રી. આર.કે.રાજપુત એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રી ખેડા-નડિયાદ મારફતે કલેક્ટરશ્રી ખેડા-નડીયાદ નાઓ તરફ મોકલી આપતા કલેક્ટરશ્રી સુધીર પટેલ સાહેબનાઓએ દરખાસ્ત મંજુર કરી પાસા વોરંટ ઇશ્યુ કરતા સદરહુ આરોપીઓ ને તા.૨૯/૦૩/૧૯ ના રોજ અટક કરી વોરંટની બજવણી કરી આરોપી (૧)કુલયસ સ/ઓ રામેહરસિંહ ફતેસિંહ જાટનાઓને જીલ્લા જેલ પાલનપુર ખાતે તથા (૨) નિરજ સ/ઓ રવિન્દ્રકુમાર રઘુવીરસિંહ જાટનાઓને જીલ્લા જેલ ભુજ ખાતે મોકલી આપેલ છે.

0 comments: