Friday, 29 March 2019

સત કૈવલ કોલેજ ઓફ ફાર્મસી , સારસામાં વાર્ષિકોત્સવ (કલરવ -૨૦૧૯) ઉજવાયો

SHARE
સત કૈવલ કોલેજ ઓફ ફાર્મસી , સારસામાં વાર્ષિકોત્સવ (કલરવ -૨૦૧૯) ઉજવાયો 










સારસા: પ.પૂ અવિચલદાસજી મહારાજશ્રી (ગુરુજી) પ્રેરિત સત  સત કૈવલ કોલેજ ઓફ ફાર્મસી, સારસામાં તા: ૨૮/૦૩/૨૦૧૯. ગુરુવારના રોજ વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમ પ.પૂ.સપ્તમ કુવેરાચાર્ય અવિચલદાસજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે યોજાઇ ગયો તથા કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉ. નેહલ જે. શાહ હતા.કાર્યક્રમ નો પ્રારંંભ પ્રાર્થના તથા મંગલમય દીપ પ્રાગટ્ય વિધિથી થયો હતો.આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડો. ભગીરભાઇ પટેલે આમંત્રિત મહેમાનોનુ સ્વાગત અને પરિચય આપ્યો હતો.વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન વિધ્યાર્થી ઓની શૈક્ષણિક અને ઇતર પ્રવૃતિમાં વિશેષ સિધ્ધિઓ બદલ પારિતોષિક આપી બિરદાવ્યા હતા.ડો.નેહલ જે. શાહ દ્વારા વિધ્યાર્થીઓને ફાર્મસી ફિલ્ડના નવા સંસોધનો જેવા કે ૩ડી પ્રિન્ટિંગ તથા ફાર્માસિસ્ટની એથિકલ પ્રેક્ટિસ  અંગે માર્ગદશૅન આપયુ હતુ.
        બીજા સેશનના કાર્યક્રમમાં વિધ્યાર્થીઓ દ્વારા વિવિધ રસ-સભર સાસ્કૃતિક કાર્યક્રમમાંં પોતાની ટેલેંટ પ્રસ્તુત કરી હતી.સમગ્ર કાર્યક્રમનુંં સંચાલન કોલેજના પ્રોફેસર ડૉ. અંકિતાબેન ભાવસાર, જાનકીબેન પટેલ દ્વારા તથા માર્ગદશૅન કોલેજના પ્રિન્સિપાલ ડો. ભગીરભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ.
        કાર્યક્રમના અંતમાંં પ.પૂ અવિચલદાસજી મહારાજશ્રીએ વિધ્યાર્થીઓને જીવનની અંદર સેવાની ભાવના, જીવન માં નિર્ભયતા તથા ઇશ્વ્રરીય કૃપા વિષયક આશીર્વાદ આપી કૃથાર્થ કર્યા હતા.
SHARE

Author: verified_user

0 comments: