Friday, 29 March 2019

મિત્ર વર્તુળ આણંદના સભ્યો દ્વારા સ્થાપનાના ૪૦ વર્ષની ઉજવણી

SHARE
મિત્ર વર્તુળ આણંદના સભ્યો દ્વારા સ્થાપનાના ૪૦ વર્ષની ઉજવણી







 આણંદ : મિત્ર વર્તુળ આણંદના સભ્યો દ્વારા સ્થાપનાના ૪૦ વર્ષની ઉજવણી નિમિત્તે ભૂમિ પાર્ટી પ્લોટમાં એક સ્નેહ મિલન યોજાઈ ગયું... આ પ્રસંગે આણંદ અને નજીકમાં વસતા સૌ સભ્યોની હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. યુ.એસ.થી આવેલ શ્રી હર્ષદ શાહ (સ્થાપક સભ્ય ) ની ઉપસ્થિતિ પ્રેરણાદાયી રહી.
       કાર્યક્રમના આરંભમાં શ્રી હરીશ શાહ દ્વારા સૌને ઉષ્માભરી શાયરી દ્વારા સૌનું સ્વાગત્ત કરવામાં આવ્યું... તેમજ શ્રી ગોપાલ મહેતા દ્વારા સંસ્થાની માહિતી આપવામાં આવી, શ્રી નયનભાઈ વી શાહે તેમના વ્યક્તવ્યમાં સૌ સભ્યોની લાગણી વર્ણવી હતી.. અને વારંવાર આવા કાર્યક્રમો દ્વારા નવી પેઢીને સંકલીત કરીને વારસાને જાળવવા અનુંરોધ કર્યો.. શ્રી હર્ષદ શાહે (છીંકણી વાળા ) સૌને શુભેચ્છા પાઠવી. જીવનની ઢળતી સંધ્યાએ પતિ-પત્નીએ  એક બીજાના પૂરક બનીને આનંદથી જીવવાનો સંકલ્પ દોહરાવ્યો સાથે સાથે સૌ સભ્યો ને કુટુંબની ભાવનાથી એકબીજાને મદદ રૂપ થવા અનુંરોધ કર્યો.
      સંસ્થાના સૌ સભ્યો તરફથી શ્રી હર્ષદ શાહને ટોકન ગીફ્ટ આપીને સન્માન કરવામાં આવ્યું. મહિલા સભ્યોએ પણ ખૂબજ ખૂશી વ્યક્ત કરી હતી... કાર્યક્રમને સફળ બનાવવામાં રાકેશ શાહ, નિરંજન શાહ, મનીષ શાહ તથા આશિષ મહેતાએ ખૂબજ જહેમત ઊઠાવી હતી...આ પ્રસંગમાં વિશેષ અતિથી રુપે શ્રી અરવિંદ ત્રીવેદી તથા કીશોર દેવધરની હાજરી પ્રેરણાદાયી હતી.. 
by: હર્ષદરાય શાહ
SHARE

Author: verified_user

0 comments: