Friday, 29 March 2019

આજના યુવાનો માટે પ્રેરણારુપ ૧૦૨ વર્ષના ગાના ગામના ગંંગાબા

SHARE
ગાના ગામના ગંગાબા ૫૦ થી વધારે વખત મતદાન કરી ચુક્યા છે
મતદાન મારો અધિકાર છે , તડકી હોય કે છાયડી મતદાન હું અવશ્ય કરીશ
- ગંગાબેન પટેલ





આણંદ- આણંદ લોકસભાની ચૂંટણી આગામી ૨૩-૪-૨૦૧૯ના રોજ યોજાનાર છે જેને ભારતીય ચૂંટણી પંચ મહાત્યોહાર ના ભાગરુપે ઉજવી રહ્યુ છે જેમાં વધુને વધુ નાગરિકો મતદાન કરવા પ્રેરાય તે માટે સ્વીપ મતદાર જાગૃતિ અભિયાન પણ ચુંટણી પંચ દ્વારા ચલાવાઇ રહ્યુ છે. આણંદ લોકસભાની ચૂંટણી માટે આણંદ નજીકના ૧૦૨ વર્ષના એવા ગંગાબાએ  આ વખતે પણ મતદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
ગંગાબા એક સદી ને બે વર્ષ ના છે પરંતુ વોટ આપીને લોકશાહીની ગરીમા જાળવી રાખવા પ્રત્યેનો તેમનો જુસ્સો આજેપણ યુવાનો ને હંફાવી દે તેવો છે !  તેમને જ્યારે મળવાનું થયુ ત્યારે અશક્ત હોવા છતા મત આપવા પ્રત્યે ઉત્સાહી જણાયા અને હસતાં હસતાં કહ્યુ કે ‘‘હું ગંગાબા ૧૦૨ વરહ ની છું અને મત આપવા અવશ્ય જઇશ.
ગંગાબાએ અંદાજે ૫૦ થી વધારે વખત મતદાન કરેલ છે તેમજ તેઓ પોતાના મત પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. અને ગમે તે પરિસ્થિત હોય તડકી-છાયડી જોયા વગર મતદાનના દિવશે મત આપવા માટે તેઓ અચૂક જાય છે તેમજ અમારા દરેક પરિવારજનો તેમજ ફળિયાના અન્ય લોકોને પણ મત આપવા તરફ પ્રેરે છે. તેમનો પરિવાર પણ આ બાબતે ગૌરવ અનુભવે છે .
છેલ્લે ગંગાબા (૧૦૨ વર્ષ) એ યુવાનોને સંબોધીને ખાસ સંદેશા રુપે જણાવ્યુ હતુ કે તમારા મત આપવાના અધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવા અવશ્ય જશો.
SHARE

Author: verified_user

0 comments: