પંચમહાલ બેઠકના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડે ડાકોરમાં રણછોડરાયજીના દર્શન કર્યા
રાજાધિરાજના દર્શન કરી ધજા અર્પણ કરી વિજય માટે મંગલકામના કરી
ડાકોર : પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડે ડાકોરમાં રણછોડરાયના દર્શન કર્યા હતા. જ્યાં તેમણે રાજાધિરાજના દર્શન કરી ધજા અર્પણ કરી વિજય માટે મંગલકામના કરી હતી. તેમણે ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ યાત્રાધામ ડાકોર પહોંચ્યા હતા. અમૂલના ચેરમેન રામસિંહ પરમાર, નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠક, પૂર્વ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ સહિત પંચમહાલ લોકસભા મત વિસ્તારમાં ઠાસરા વિધાનસભા વિસ્તારના મોટી સંખ્યામાં કાર્યકરો સાથે જોડાયા હતા. વાજતે ગાજતે મંદિરે પહોંચી રાજાધિરાજના ચરણોમાં માથું નમાવી ધજા અર્પણ કરી વિજય માટે મંગલકામના કરી હતી
0 comments: