લોકસભા સામાન્ય
ચૂંટણી-૨૦૧૯
નર્મદા જિલ્લામાં
ચૂંટણીલક્ષી વિવિધ ફરજો-કામગીરી બજાવી રહેલા ૨૧ જેટલા નોડલ અધિકારીઓ
આચારસંહિતાના ચૂસ્ત અમલીકરણ સાથે શાંતિપૂર્ણ માહોલમાંચૂંટણી સંપન્ન થાય તે
દિશામાં જિલ્લા
ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલના
માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારીઓ કટિબધ્ધ
રાજપીપળા– રવિવાર :- ભારતનાં ચૂંટણીપંચ દ્વારા જાહેર
થયેલાં લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯ ના કાર્યક્રમ અન્વયે ૨૧-છોટાઉદેપુર સંસદીય
મતવિસ્તારમાં સમાવિષ્ટ નર્મદા જિલ્લાનાં નાંદોદ વિધાનસભા મતવિસ્તાર અને ૨૨-ભરૂચ
સસંદીય મતવિસ્તાર સમાવિષ્ટ દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં તા.૨૩/૪/૨૦૧૯ ના રોજ
યોજાનાર મતદાનની ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને
જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલ દ્વારા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના ચુસ્ત
અમલીકરણ સાથે શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણીઓ સંપન્ન થાય તે માટે જુદી–જુદી
ચૂંટણીલક્ષી કામગીરી માટે નિમાયેલા ૨૧ જેટલાં નોડલ અધિકારીશ્રીઓએ તેમને સોંપાયેલી
કામગીરી સુપેરે પાર પડવા જિલ્લા ચૂંટણીતંત્રનાં પરામર્શ-સંકલનમાં રહીને આ નોડલ અધિકારીઓ કટિબધ્ધ બન્યાં છે.
જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયેલાં
અહેવાલ મુજબ ૨૧ જેટલાં નિમાયેલા વિવિધ નોડલ અધિકારીઓમાં એક્સપેન્ડચર મોનીટરીંગ
માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ ફોન નં- (૦૨૬૪૦)-૨૨૦૧૮૧ અને
મો.નં- ૯૯૭૮૪૦૬૨૪૧, SMS
મોનીટરીંગ અને કોમ્પ્યુનિકેશન પ્લાન માટે સામાજિક વનીકરણનાં નાયબ વનસંરક્ષક શ્રી
પી.જે.પંડ્યા ફોન નં-(૦૨૬૪૦)-૨૨૪૩૫૮ અને મો.નં–૯૪૨૭૧૧૨૦૨૧, ચૂંટણી સ્ટાફ મેનેજમેન્ટ તેમજ કાયદો અને વ્યવસ્થા
માટે નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ (૦૨૬૪૦) ૨૨૨૩૨૬ અને મો.નં- ૯૯૭૮૪૦૫૧૮૮, ઇ.વી.એમ./ વીવીપેટ
મેનેજમેન્ટ માટે પ્રાયોજના વહિવટદારશ્રી આર.વી. બારીયા ફોન નં- (૦૨૬૪૦)- ૨૨૦૦૯૩
અને મો.નં- ૯૯૭૮૪૦૫૬૪૫, આદર્શ આચારસંહિતા-MCC અમલીકરણ માટે અને ૧૯૫૦ - વોટર હેલ્પલાઇન માટે જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ. ડીંડોર, ફોન નં- (૦૨૬૪૦) – ૨૨૧૫૭૯ અને
મો.નં- ૯૫૭૪૦૫૫૧૯૨, બેલેટ પેપર / ડમી બેલેટ / પોસ્ટલ બેલેટ પેપર માટે ટ્રાયબલ
યુનિવર્સીટીના રજીસ્ટ્રારશ્રી વી.આર. વાળા, મો.નં- ૯૯૨૬૨૬૧૨૪૭, ઓબ્ઝર્વર માટે
માર્ગ અને મકાન (સ્ટેટ) ના કાર્યપાલક ઇજનેરશ્રી આઇ.વી. પટેલ ફોન નં-(૦૨૬૪૦)-૨૨૩૦૩૨
અને મો.નં- ૯૭૨૬૩૯૫૯૪૯, પરિવહન વ્યવસ્થાપન માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર
અધિકારીશ્રી વિજયસિંહ ગોહિલ ફોન નં- (૦૨૬૪૦) – ૨૨૪૯૪૮ અને મો.નં- ૮૪૬૦૪૬૨૩૩૮,
તાલીમ વ્યવસ્થાપન માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એમ. નિનામા ફોન નં-(૦૨૬૪૦)-૨૨૨૯૨૦
અને મો.નં- ૯૯૦૯૯૭૧૬૮૬, મટીરીયલ્સ વ્યવસ્થા માટે ડિઝાસ્ટર મામલતદારશ્રી એમ.એસ.
સોલંકી ફોન નં-(૦૨૬૪૦) ૨૨૪૦૦૧ અને મો.ન-૭૮૨૫૮૫૨૬૦૮, માહિતી અને
પ્રસારણ – MCMC- Media માટે નાયબ માહિતી નિયામકશ્રી વાય.આર. ગાદીવાલા ફોન
નં- (૦૨૬૪૦)- ૨૨૪૦૩૮ અને મો.નં- ૯૪૨૮૬૯૪૯૭૬, કોમ્પ્યુટરાઇઝેશન અને ઇન્ફોર્મેશન
એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એપ્લીકેશન માટે ડિસ્ટ્રીક્ટ ઇન્ફોર્મેટીક સેન્ટરનાં
ડી.આઇ.ઓ.શ્રી જે.સી. હાફીઝ ફોન નં- (૦૨૬૪૦)- ૨૨૪૬૯૨ અને મો.નં- ૯૪૨૮૮૧૫૬૭૪, સ્વીપ
પ્લાન માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. એન.ડી. પટેલ ફોન નં- (૦૨૬૪૦)- ૨૨૨૬૦૩ અને
મો.નં- ૯૯૦૯૯૭૦૨૨૬, હેલ્પલાઇન અને ફરિયાદોનાં નિરાકરણ માટે પાણી પુરવઠાના
કાર્યપાલક ઇજનેરશ્રી એ.કે. ગર્ગ ફોન નં-(૦૨૬૪૦)–૨૨૧૦૦૭ અને મો.નં- ૯૯૭૮૪૪૫૬૨૧,
કર્મચારી વેલફેર માટે જિલ્લા પંચાયતનાં કાર્યપાલક ઇજનેરશ્રી આર.ડી. ડામોર, ફોન નં-
(૦૨૬૪૦) ૨૨૧૯૪૯ અને મો.નં- ૮૨૩૮૫૫૫૫૨૬, માઇગ્રેટેડ વોટર્સ માટે સરકારી શ્રમ
અધિકારી (ખેતી) શ્રી એસ.વી. વસાવા ફોન નં- (૦૨૬૪૦) – ૨૨૨૧૫૪ અને મો.નં-
૯૪૨૮૫૮૧૨૧૬, પી.ડબલ્યુ.ડી. વોટર્સ માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી કુ.પી.
એમ. ખોજા ફોન નં-(૦૨૬૪૦) ૨૨૪૫૭૫ અને મો- ૯૭૨૫૪૭૭૬૫૮ તેમજ પોલીસ વિભાગ
માટે નાયબ પોલીસ અધિક્ષક શ્રીમતી સી.એન. ચૌધરી ફોન નં-(૦૨૬૪૦)–૨૨૨૨૧૮
અને મો.નં- ૯૯૭૮૪૦૮૦૯૪ ની નિમણૂંક કરાઇ છે અને આ નોડલ અધિકારીશ્રીઓ દ્વારા તેમને
સોંપાયેલી ચૂંટણીલક્ષી ફરજો અને જવાબદારીઓ અદા કરી રહ્યાં છે.
0 comments: