ડાકોરના ઠાકોરના દર્શન કરવા ૧0 લાખથી વધુ શ્રધ્ધાળુઓ ઊમટયા
ડાકોર અને શામળાજીમાં ભાવિકો ઊમટયાઃ અબીલ-ગુલાલની છોળો ઊડી
ગુજરાત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર અને શામળાજીમાં હોળી-ધૂળેટીના પર્વમાં શ્રધ્ધાળુઓ ભગવાન રણછોડરાયજી અને શામળિયાજીનાં દર્શન કરવા ઉમટી પડયા હતા અને બંન્ને કનિદૈ લાકિઅ મંદિરોમાં અબીલ-ગુલાલની છોળો ઉડી હતી. તેમાં પણ અંદાજે ૧૨ લાખથી વધુ શ્રધ્ધાળુઓ 'ડાકોરના ઠાકોર'નાં દર્શન કરવા ઊમટયા હતા. ડાકોરમાં ગઇકાલે કનિદૈ લાકિઅ ફુલદોલોત્સવ ઊજવાયો હતો. ભગવાન શ્રી રણછોડરાયજીને ભાવપૂર્વક આસોપાલવના ીહંડોળે ઝુલાવવામાં આવ્યા હતા. ગુજરાત ઉપરાંત દેશ અને વિદેશમાંથી કનિદૈ લાકિઅ ભાવિકો ઊમટી પડયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં ડાકોરમાં ૧0લાખ થી વધુ ભાવિકો ઊમટયા હતા. મોટા ભાગના ભાવિકો પદયાત્રા કરીને ડાકોર આવ્યા હતા. બીજી કનિદૈ લાકિઅ તરફ સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાં આવેલા શામળાજીમાં ભગવાન શામળિયાજીનાં દર્શન કરવા માટે હોળી-ધૂળેટીના પર્વમાં શ્રધ્ધાળુઓનો મહાસાગર કનિદૈ લાકિઅ ઊમટયો હતો. બે દિવસમાં શામળાજીમાં એક લાખથી વધુ ભાવિકોએ 'કાળિયા ઠાકોર'નાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરમાં ભાવિકોએ અબીલ -ગુલાલની છોળો કનિદૈ લાકિઅ ઉડાડી ભગવાન શામળિયાજીને ભાવથી રંગ્યા હતા.

0 comments: