Friday, 22 March 2019

કેલિફોર્નિયા ના અર્વાઈનના ની શ્રીનાથજી હવેલી ખાતે ખૂબ ધામ ધુમ પુર્વક હોલીકા દહનનો ઉત્સવ ઉજવણી કરવામાં આવી....

SHARE
કેલિફોર્નિયા ના અર્વાઈનના ની શ્રીનાથજી હવેલી ખાતે ખૂબ ધામ ધુમ પુર્વક હોલીકા દહનનો ઉત્સવ ઉજવણી કરવામાં આવી....

     કેલિફોર્નિયા અર્વાઈનની પ્રસિધ્ધ શ્રીનાથજી હવેલી ખાતે મુખ્યાજી શ્રી પંકજજી વ્યાસ,નેહાબેન વ્યાસ તથા પ.ભ.શ્રીમતિ હંસાબેન પટેલના નેજા હેઠળ હોલીકા દહનનો ઉત્સવ ભવ્ય રીતે યોજાયો હતો... તા ૨૦ મી માર્ચ ને બુધવાર ના હોળીના પ્રસિધ્ધ તહેવારના રોજ સદર શ્રીનાથજી હવેલી ખાતે સાંજના ૫ થી ૭ સુધી મુખ્યાજીશ્રી પંકજજી વ્યાસ તથા નેહાબેન વ્યાસના મધુર કંઠે હોલી ગીતોની રમઝટ જામી હતી....
    ખૂબ મોટી સંખ્યામાં અર્વાઈન,ટ્રસ્ટીન,સંતા-અંન્ના વગેરે શહેરોના સ્થાનિક સંત્સંગીઓ ઉપસ્થિત થયા હતા...લગભગ બે કલાક સુધી હોલી ગીતોની રમઝટ,નૃત્ય,ગરબા વગેરે બાદ આરતી કરવામાં આવી હતી .... ૭-૩૦ વાગે મુક્યાજી દ્વારા હોલીની વિધિવત પુંજા કરવામાં આવી હતી અને ત્યાર બાદ હોલીકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો.... જે આ વિસ્તારમાં પ્રથમ વખત યોજાયેલ....જે હાજર સૌ અનેરા આનંદ સાથે ભાગ લીધો હતો તેમજ ધાણી-ચણા,ખજુર તથા શ્રીફળ થી હોલી માતાને વધાવેલ....
      આ સમગ્ર કાર્યક્રમના મનોરથી શ્રી વલ્લભભાઈ બોડાવાલા તથા તેમના ધર્મપત્નિ હતા
          આ સમગ્ર કાર્યક્રમમાં પ.ભ. શ્રીમતિ હંસાબેન પટેલ,નિશિત શાહ,નિશિદ પટેલ,તથા અમરતભાઈ પટેલ,ગુણવંતભાઈ પટેલ,કાન્તિભાઈ મિસ્ત્રી વગેરે એ ખૂબ જહેમત ઉઠાવી હતી
SHARE

Author: verified_user

0 comments: