લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯
મતદાનના દિવસે માઇક્રો ઓબ્ઝર્વરશ્રીઓએ
બજાવવાની ફરજો અંગે વિસ્તૃત માર્ગદર્શન
પુરૂં પાડતાં
જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલ
મતદાન મથક ખાતે ફરજ ઉપર તૈનાત કરાનારા ૭૦
જેટલા માઇક્રો
ઓબ્ઝર્વરશ્રીઓ સાથે જિલ્લા ચૂંટણી
અધિકારીશ્રી પટેલે યોજેલી બેઠક
રાજપીપળા- જિલ્લા ચૂંટણી
અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લામાં
ફરજ ઉપર તૈનાત કરાનારા ૭૦ જેટલા માઇક્રો ઓબઝર્વરશ્રીઓ સાથે બેઠક યોજીને ભારતના
ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે તા.૨૩ એપ્રિલ,
૨૦૧૯ ના રોજ નર્મદા જિલ્લામાં ૨૧- છોટાઉદેપુર (અ.જ.જા) લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ
નાંદોદ વિધાનસભા મતવિસ્તાર અને ૨૨- ભરૂચ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ દેડીયાપાડા
મતવિસ્તારમાં યોજાનારા મતદાનના દિવસે ભારતનાં ચૂંટણીપંચની સીધી સૂચના અને
માર્ગદર્શિકા મુજબ માઇક્રો ઓબઝર્વર્સ દ્વારા કરવાની થતી કામગીરી સંદર્ભે પ્રાથમિક
જાણકારી સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
રાજપીપલા શહેર અને જિલ્લાની વિવિધ બેંકો,
જીવન વિમા નિગમ કચેરી વગેરેનાં અધિકારીઓ/કર્મચારીઓ કે જેઓની માઇક્રો ઓબ્ઝર્વર
તરીકે પસંદગી કરાઇ છે, તે સંદર્ભે નોડલ અધિકારી તરીકે નિમણૂંક પામેલા જિલ્લાનાં
લીડબેંક મેનેજર મારફત પસંદગી પામેલ આ માઇક્રો ઓબ્ઝર્વરશ્રીઓએ તેમના નોડલ ઓફિસરના
સંકલન અને પરામર્શમાં રહીને તેમની ફરજો સંબંધી વાજબી રજૂઆતોનો યોગ્ય ઉકેલ અને
નિકાલ આવે તે જોવા પણ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલે અનુરોધ કર્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા
કલેક્ટરશ્રી આઇ.કે. પટેલે મતદાનનાં દિવસે ફરજ ઉપરનાં માઇક્રો ઓબ્ઝર્વરશ્રીઓએ
ભારતનાં ચૂંટણીપંચની સૂચના અને માર્ગદર્શિકા મુજબ મતદાન શરૂ થતાં પહેલાં મોકપોલ
યોજવું, મોકપોલ વખતે રાજકીય પક્ષોનાં એજન્ટોની હાજરી, બેઠક વ્યવસ્થા, ફોર્મ નં- ૧૭
(ક) માં નોંધણી, મતદારોની ઓળખ બરાબર થાય છે કે કેમ ? મતદાનની ગુપ્તતા જળવાય છે કે
કેમ? મતદાન મથકમાં ASD નું લીસ્ટ એટલે કે, ગેરહાજર,
સ્થળાંતરિત અને મૃત્યુ પામેલ મતદારોની યાદી ઉપલબ્ધ છે કેમ? વગેરે બાબતો સહિત મતદાન
મથકની અંદર બનતી ઘટનાઓ અને ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવા ઉપરાંત મતદાન મથકની બહાર
અવાર-નવાર જઇને બહારની પરિસ્થિતિનો અંદાજ રાખવા અને જો કોઇ પગલાં લેવાની જરૂર જણાય
તો તુરંત જ તે બાબતનો રિપોર્ટ કરવો, સાંજે મતદાન પૂર્ણ થવાના સમયે મતદાન મથક ખાતે
લાઇનમાં ઉપસ્થિત રહેલાં તમામ મતદારોને છેલ્લા ક્રમથી ટોકન-સ્લીપ આપવા વગેરે જેવી
બાબતો ઉપર ખાસ લક્ષ કેન્દ્રિત કરવાની સમજ આ બેઠકમાં અપાઇ હતી.
આ
બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એ.આઇ. હળપતિ, લીડ બેંક મેનેજરશ્રી એન.એ.
ખુમાણ, ચૂંટણી શાખાના મામલતદારશ્રી ડામોર વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
0 comments: