આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખંભાત શહેર-શાળા અને
જિલ્લાનું નામ રોશન કરતો
ખંભાતનો હેત સુખડિયા
યુનિવર્સલ કન્સેપ્ટ ઓફ મેન્ટલ એરેથમેટીક સ્પર્ધામાં
હેત સુખડિયાએ
પ્રથમ સ્થાન હાંસલ કર્યું
આ સ્પર્ધા
અલગ અલગ ગ્રેડમાં યોજાઇ હતી. જેમાં સી.ગ્રેડની કક્ષામાં ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ
ભાગ લીધો હતો. જેમાં આણંદ જિલ્લાના ખંભાત શહેરની અને વાત્સલ્ય ઇન્ટરનેશનલ સ્કુલમાં
ધોરણ-૮માં અભ્યાસ કરતો અને શ્રીકૃષ્ણ સ્વીટ
માર્ટવાળા ભરતભાઇ સુખડિયાના પૌત્ર હેત સુખડિયાએ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં
હેતે માત્ર આઠ મિનીટમાં ૧૫૦ સરવાળા કરીને પ્રથમ નંબરે વિજેતા બની ખંભાત શહેર સહિત
શાળા અને જિલ્લાનું નામ રોશન કરવા બદલ સુખડિયા સમાજ અને શાળા પરિવાર દ્વારા
શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

0 comments: