Monday, 18 March 2019

ડી.ડી.આઇ.ટી. કોમર્સ કોલેજમાં મતદાન જાગૃતિ અંગે ૪૦૦ ઉપરાંત યુવા મતદારોને અપાયું માર્ગદર્શન

SHARE
        મતદાર શિક્ષણ અને જાગૃતિ અભિયાન ::  મતોત્‍સવ
જિલ્‍લાના તમામ ૧૭૪૯ મથદાન મથકોએ EVM-VVPAT નું નિદર્શન
૭૫ હજાર સંકલ્પ પત્રો ભરાવાયા
ડી.ડી.આઇ.ટી. કોમર્સ કોલેજમાં મતદાન જાગૃતિ અંગે ૪૦૦ ઉપરાંત યુવા મતદારોને અપાયું માર્ગદર્શન
*************************
નડિયાદ –


ખેડા જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી સુધીર પટેલના માર્ગદર્શન હેઠળ વ્યાપક મતદાર શિક્ષણ અને જાગૃતિ અભિયાન અસરકારક રીતે ચાલી રહ્યું છે. સ્વીપ અંતર્ગત જિલ્લા કક્ષાની ટીમ દ્વારા આગામી ચૂંટણીમાં સર્વાધિક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વિવિધ મતદાર જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે ડી.ડી.આઇ.ટી. કોમર્સ કોલેજ, નડિયાદમાં મતદાન જાગૃતિ અંગે સૌ પ્રથમવાર આગામી ચૂંટણીમાં મતદાન કરનાર ૪૦૦ ઉપરાંત યુવા મતદારોને નૈતિક મતદાન માટે  માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. 
        જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી સુધીર પટેલએ જણાવ્‍યું કે, મતદાર જાગૃતિ અભિયાન માટે જિલ્‍લામાં ૨૮ સેન્‍ટર ઉભા કરવા સાથે કુલ ૦૮ ઇ.વી.એમ. રથ દ્ધારા જિલ્‍લાના તમામ ૧૭૪૯ મતદાન મથકોએ મતદાન જાગૃતિ માટે ઇ.વી.એમ. વી.વી.પેટનું નિદર્શન કરવામાં આવી રહયું છે. જિલ્‍લાના તમામ તાલુકાઓમાં ઇ.વી.એમ. રથના માધ્‍યમથી મતદારોને સો ટકા મતદાન માટે માર્ગદર્શન આપવામાં આવી રહયું છે.   

      સ્વીપના નોડલ અધિકારી કાજલબેન દવેએ જણાવ્યું કે મતદાન જાગૃતિ અભિયાન હેઠળ જિલ્લાના તમામ ગામડાઓમાં EVM-VVPAT નું નિદર્શન કરવા સાથે જિલ્લાની પ્રાથમિક, માધ્‍યમિક, ઉચ્‍ચત્તર માધ્‍યમિક તેમજ કોલેજોમાં મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. જિલ્લામાં મહત્તમ મતદાન માટે ૭૫,૦૦૦ ઉપરાંત સંકલ્પ પત્રો ભરાવવામાં આવ્યા છે. સ્‍વીપ કાર્યક્રમ હેઠળ જિલ્‍લાભરમાં મહત્તમ મતદાન માટે જાગૃતિ વર્ધક કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.     

SHARE

Author: verified_user

0 comments: