Wednesday, 20 March 2019

આતરસુંબામાં પરંપરાગત રંગોત્સવ અને હોળી પર્વ નિમિત્તે ઉજવણી..

SHARE


આતરસુંબામાં પરંપરાગત રંગોત્સવ અને હોળી પર્વ નિમિત્તે ઉજવણી....વિવિધતામાં એકતા. 


          આતરસુંબા ઠાકોરવાસ ગલાબપુરા તૂળજા ભવાની માતાજી ગ્રુપ દ્વારા " ગેરૈયા પર્વ " પરંપરાગત રીતે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે. 
      
            હોળીના દિવસે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ યુવાનો વડીલો આતરસુબાના વિવિધ વિસ્તારોમાં ફરી નોબત સાથે દંડાના તાલ મિલાવી આકર્ષક અને ઉપદેશાત્મક લોક ગીતો સાથે ભક્તિભાવ પૂર્વક પર્વની ઉજવણી કરે છે. 
      
           જ્યારે ધૂળેટીનાં દિવસે ઠાકોરવાસમાં આવેલ માં તૂળજા ભવાની ના મંદિરે હવન પૂંજા પાઠ કરવામાં આવે છે. પૂનમની રાત્રે  માતાજી ની જાતર માં પરંપરાગત વેશભૂષા સાથે સૌ માને કાલાવાલા અને પૂજન અર્ચન કરે છે. 

           બીજી તરફ હોલી પર્વના આગલા દિવસે  આતરસુંબામાં હોળી પર્વ નિમિત્તે આધુનિક સાજ શણગાર અને ડીજે ના તાલ સાથે આતરસુંબા ગોકુલનાથજી મંદિર અને વૈષ્ણવ સંપ્રદાય દ્વારા પવિત્ર વાત્રક નદીના તટે કેસૂડાના ફૂલોના રંગોની છોળો ઉડાડી ડોલોત્સવ  " ઓચ્છવ " ભક્તિભાવ થી ઉજવવામાં આવે છે. ગોકુલનાથજી મંદિર થી ભગવાન પાલખીમાં બિરાજી વાત્રક નદી ના કિનારે પહોચે છે જ્યાં રંગોની છોળો વચ્ચે ઉત્સવ માનવામાં આવે છે. ત્યારબાદ  ભવ્ય શોભાયાત્રા આતરસુંબાના રાજમાર્ગો પર થી પસાર થઈ ગોકુલનાથજી મંદિરે પરત ફરે છે. આજના દિવસે ગામ બહાર વસતા વૈષ્ણવ સંપ્રદાયના લોકો મુંબઈ, અમદાવાદ સહીત દેશ વિદેશથી આતરસુંબા પધારે છે. અને ભવ્ય દોલોત્સવના આયોજનમાં સહભાગી બંને છે. આ દિવસે ગોકુલનાથજી મંદિર, મહાલક્ષ્મી માતાજી મંદિર, રામજી મંદિર તેમજ આતરસુંબા વાત્રક નદીના તટે બનાવેલ ઉત્સવ સ્થળને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે.
         

          જ્યારે હોળી પર્વના દિવસે આતરસુંબા ગ્રામ પંચાયત અને સમગ્ર ગ્રામજનો દ્વારા સર્કલ ઉપર હોલિકા પૂજન દહનનો કાર્યક્રમ ગામના સરપંચશ્રીની અધ્યક્ષતામાં કરવામાં આવે છે. જ્યાંઆતરસુંબાના અબાલવૃધ્ધ તમામ નગરજનો ઉપસ્થિત રહે છે. આમ આતરસુંબા ખાતે પરંપરાગત રીતે અને આધુનિક રીતે બન્ને રીતે હોળી પર્વ ઉજવવામાં આવે છે. લોકો હોલી પર્વ નિમિત્તે એક બીજાને રંગબેરંગી રંગોથી રંગે છે. આમ વિવિધ રીતે ધૂમધામથી ગામમાં રંગોત્સવ માનવામાં આવે છે.
SHARE

Author: verified_user

0 comments: