Wednesday, 20 March 2019

ગુજરાતને અભણ કહીને શ્રીમાન ચંદ્રબાબુએ ગુજરાતની અસ્મિતાનું અપમાન કર્યું છે. : મનસુખ માંડવિયા

SHARE
ગુજરાતને અભણ કહીને શ્રીમાન ચંદ્રબાબુએ ગુજરાતની અસ્મિતાનું અપમાન કર્યું છે. : મનસુખ માંડવિયા
ગુજરાતમાં ઉદ્યોગસાહસિકનથી તેવું કહેવું એ ગુજરાતની સાહસવૃત્તિનું અપમાન છે.
ચંદ્રબાબુ નાયડુ
આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રીશ્રી
ગુજરાતને અભણ કહીને શ્રીમાન ચંદ્રબાબુએ ગુજરાતની અસ્મિતાનું અપમાન કર્યું છે. : મનસુખ માંડવિયા,મંત્રીશ્રી 



          આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રીશ્રી ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં એક અખબારને આપેલ ઈન્ટરવ્યુમાં બિનજવાબદાર નિવેદન કરતાંજણાવેલ છે કે,“ગુજરાતમાં જ્ઞાન અનેઉદ્યોગસાહસિકતા નથી”. આ વિધાનને સખત શબ્દોમાં વખોડી કાઢતાકેન્દ્રીય રોડટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રીશ્રી મનસુખમાંડવિયાએ જણાવેલ છે કેકોઈરાજ્યનાં મુખ્યમંત્રી બિનજવાબદાર નિવેદન કરીસમગ્ર ગુજરાત અને દરેક ગુજરાતીનું અપમાન કરેતે યોગ્ય નથી.માનનીયપ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રભાઈ મોદી ગુજરાતી છે માટે તમામ ગુજરાતીઓનું આ રીતે અપમાન કરવું તેની સખત શબ્દોમાં નિંદા કરું છું.
          ગુજરાત એઆદિકવિ નરસિંહ મહેતા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણી, વીરનર્મદ, ઉમાશંકર જોષી, ક.મા.મુનશી,કે.કા.શાસ્ત્રી જેવાંમૂર્ધન્ય સાહિત્યકારોની ધરતી છે, તો મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવાં વૈશ્વિક ચારીત્ર્યોની પણઆ ધરતી છે. આ ધરતી પર આજે પણ જ્ઞાનરૂપી ગંગા વહી રહી છે.માનનીયનરેન્દ્રભાઈના પ્રયત્નોથીગુજરાતમાં ૭યુનીવર્સીટીઓમાંથી આજે ૬૭જેટલી યુનીવર્સીટીઓઆવેલી છે. વર્ષ૨૦૦૧માં પ્રાથમિક શિક્ષણમાં૨૧ જેટલો ડ્રોપઆઉટ રેશિયો હતો, જે આજે ધટીને ૧.૪ જેટલો રહ્યો છે. જે ગુજરાતની સક્ષારતાના દર્શન કરાવે છે.
          ગુજરાતનાં યુવાનો ધણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પોતાનું કૌશલ્યદાખવી રહ્યા છે. છેલ્લી એશિયન ગેમ્સમાં ૪ જેટલા રમતવીરો સરિતા ગાયકવાડ, અંકિતા રૈના, હરમીત દેસાઈ તથા માનવ ઠક્કરનેચંદ્રકો મળેલા ત્યારે કોઈ એકાદ વર્ષેIIM કે IITમાં ગુજરાતનો યુવાન ટોપર ન થાય તો તમામ ગુજરાતીને અભણ અને અજ્ઞાની કહી દેવાના?
          ગુજરાતની ઓળખ જ તેની ઉદ્યોગસાહસિકતા છે. ગુજરાતનાં અનેક ઉદ્યોગપતિઓએ દેશ અને દુનિયાનાં વિકાસમાં પોતાનું યોગદાન આપેલ છે.દેશનાં કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૨૦% જેટલો છે, તો રાષ્ટ્રીય GDP માં ગુજરાતનો હિસ્સો ૮% છે. ત્યારે આવા મનધડંત નિવેદનથી ગુજરાતની અસ્મિતાનું અપમાન થયેલ છે. જેને કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાએસખ્ત શબ્દોમાં વખોડી કાઢેલ છે
SHARE

Author: verified_user

0 comments: