Thursday, 21 March 2019

વડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયું

SHARE
વડતાલધામ રંગોત્સવમાં ભક્તિના રંગે રંગાયું : આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજ












આજરોજ વડતાલમાં ૨૦૧ વર્ષ પુર્વે ભગવાનશ્રી સ્વામિનારાયણે કરેલ રંગોત્સવ લીલાની જાંખી કરાવતો દિવ્ય ભવ્ય રંગોત્સવ ઊજવાયો.૫૦૦ મણ કેસુડાના રંગમાં વડતાલ મંદિરનું પ્રાંગણ કેસરીયા રંગથી મહેકી ઊઠ્યું . સવારના ૫-૩૦ થી બપોરે ૧૨-૩૦ સુધી ભરચક કાર્યક્રમ વચનામૃત કથા, વચનામૃત પૂજન , ધાણી ચણાથી અભિષેકના માધ્યમે અનોખો માહાત્મ્ય સભર ઊત્સવ ઊજવાયો . વ્યાસપીઠ પરથી પૂ નૌતમ સ્વામીએ રંગોત્સવની લીલા વર્ણવી હતી ત્યારે સભા મંડપ તાળીઓના નાદથી ગુંજતો રહ્યો હતો. આ પ્રસંગે મુખ્યકોઠારી શાસ્ત્રીશ્રીઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી ; ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્વામી વગેરે સંતોએ પ્રાસંગિક આશીર્વાદ સાથે મંદિરની સેવા કરનારા સંતો યુવકોની ટીમને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે ઘનશ્યામભાઈ ખાંધલીવાળા ; મહેન્દ્રભાઈ નિલગિરિવાળા વડતાલ, પ્રવિણભાઈ લંડન , તેજસભાઈ અમેરિકા; ગણેશભાઈ ડુંગરાણી વગેરે સત્સંગના આગેવાન સત્સંગીઓ ઊપસ્થિત રહ્યા હતા. 

ડો સંત સ્વામી; શ્યામ સ્વામી અને મુનિ સ્વામીએ આ લાખોની સંખ્યામાં પધારેલા ભક્તોના રંગોત્સવની તમામ વ્યવસ્થા કરી હતી . આજની તમામ શ્યામ સ્વામી એવં મંદિરના યુવક મંડળ દ્વારા કરવામાં આવી છે એમ વડતાલ મંદિરની યાદી દ્વારા જાણવા મળેલ છે
--ચંદ્રકાંત યાદવ ,કલ્પેશ પટેલ- વિધ્યાનગર
SHARE

Author: verified_user

0 comments: