શહેરોમાં લાકડાને બદલે છાણાની હોળી પ્રગટાવવાનું ચલણ વધ્યું
- પર્યાવરણ પ્રત્યેની જન જાગૃતિ શહેરોમાં વધી
- વૃક્ષોના જતન માટે ગામડાંઓમાં છાણાની જ હોળી પ્રગટાવવાની પ્રથા આજે પણ જીવંત છે
અમદાવાદ-
અમદાવાદ સહિતના વિવિધ શહેરમાં આ વર્ષેે હોળીના દિવસે છાણાની હોળી પ્રગટાવવામાં આવી હતી. પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ શહેરમાં વધવા લાગી છે. ઘણી સોસાયટીઓ અને ફ્લેટોમાં હવે લાકડાના બદલે હોળી પ્રગટાવવામાં છાણાનો ઉપયોગ કરાયો હતો. વૃક્ષોનું આડેધડ છેદન થતા પર્યાવરણનું સમતુલન જોખમીસ્તરે ખોરવાઇ રહ્યું છે. ત્યારે શહેરોમાં હવે આ જોખમને લઇને શહેરીજનોમાં ચિંતા અને જનજાગૃતિ વધવા લાગી છે.
છાણની હોળી પ્રગટાવવાની વર્ષો જુની પરંપરા મોટાભાગના ગામડાઓમાં આજે પણ જીવંત છે. ત્યારે આ પ્રથા હવે શહેરોમાં પણ શરૂ થઇ ગઇ છે. જે આ વર્ષે જોવા મળી હતી.અમદાવાદ જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં આજે પણ છાણાની જ હોળી પ્રગટાવવાની વર્ષો જુની પરંપાર જીવંત છે.
ગામડાઓમાં હોળી પ્રગટાવવામાં છાણનો જ ઉપયોગ થાય છે. હોળીના અઠવાડીયા-પંદરેક દિવસ પહેલા દરેક ઘરમાં છાણના 'ઓરૈયા ' બનાવી દોરીમાં પરોવીને તેના હાઇડા બનાવી રાખવાની પ્રથા છે. જ્યારે હોળીના દિવસે ગામની ભાગોળે હોળી પ્રગટાવવામાં આવે ત્યારે દરેક ઘરમાંથી છાણાના આ હાઇડા હોળીમાં હોમીને તેના હોળી માતાના દર્શન કરવામાં આવતા હોય છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરીજીવનમાં લાકડાની હોળી પ્રગટાવવામાં આવી રહી છે. અમદાવાદ શહેરની ૬૦ લાખથી વધુની વસ્તી, હજારો સોસાયટીઓ-ફ્લેટો આવેલા છે. સામાન્ય રીતે દરેક સોસાયટી-ફ્લેટોના નાકે નાની-મોટી હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. તો તેના માટે કેટલા બધા લાકડા જોઇએ. સરવાળે આમા વૃક્ષોનો જ નાશ થતો હોય છે.
છેલ્લા કેટલાક સમયથી પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધવા લાગી છે. તેને જોતા આ વર્ષે અમદાવાદ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં લાકડાને બદલે છાણની હોળી પ્રગટાવાઇ હતી. છાણની હોળી પ્રગટાવીને શહેરીજનોએ પર્યાવરણના જતનનો મેસેજ સમાજને આપ્યો છે

0 comments: