ઉમરેઠ: આણંદ જિલ્લામાં ચકચાર મચાવનાર ઉમરેઠ જ્વેલર્સ કૌભાંડમાં એક નવો વળાંક આવ્યો હતો. આ ઘટનામાં હાઈકોર્ટમાંથી પકડ વોરંટ કાઢ્યા બાદ પણ બે ભાગીદારો પોલીસની હાથ ન લાગતા અંતે પોલીસે ભાગીદારની પત્ની અને એકાઉન્ટન્ટની અટક કરી તેમને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાના ચક્રો ગતિમાન કરાયા છે. આ ઘટનામાં રથયાત્રા હોવાથી ભાગીદાર તરીકે પત્ની અને એકાઉન્ટન્ટ તરીકે ફરજ નિભાવતા ઈસમોને મોડેથી કોર્ટમાં રજુ કરવાના હોવાની માહિતી પોલીસે જણાવી હતી. આ ઘટનામાં પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠ નારાયણ જ્વેલર્સ પેઢીના ઉઠામણાના બનાવમાં એક નવો વળાંક આવ્યો છે.
નારાયણ જ્વેલર્સના ભાગીદાર ગુંજન અને અર્પિત ગાભાવાલાની સામે આઠ કરોડથી વધુની છેતરપીડીની ફરિયાદ ઉમરેઠ પોલીસ મથકે નોંધાઈ હતી. આ બંન્ને ભાગીદારોને ન ઝડપી શકતા તેઓ હાઈકોર્ટથી જામીન પર કોર્ટમાં હાજર થયા હતા. આ હાજર થયાના બાદ પણ પોલીસને કાર્યવાહીમાં કોઈ મદદ ન કરતા હાઈકોર્ટ દ્વારા તેની જામીન અરજી રદ કરી પોલીસ દ્વારા તેના ધરપકડ વોરંટની માંગણી કરી હતી. ત્યાર બાદ પોલીસે નારાયણ જ્વેલર્સની ભાગીદારી પેઠીમાં ભાગીદાર તરીકે અર્પિત ગાભાવાળાની પત્ની પિન્કી તથા એકાઉન્ટન્ટ દક્ષેશ કાંતિભાઈ કાછીયાની ગઈ મોડી સાંજે ધરપકડ કરી હતી. આ બંન્નેની અટક કર્યા બાદ આજે મોડી સાંજે તેઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરવાની તૈયારી પોલીસે કરી હોવાની માહિતી પ્રાપ્ત બની હતી.

0 comments: