જગન્નાથ મંદિર ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી ૧૬૩થી વધુ રથયાત્રા યોજવામાં આવશે. અમદાવાદમાં જ ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનો પ્રારંભ સાંજે ૪ કલાકથી બિલેશ્વર મહાદેવથી થશે. અંદાજે ૭ કિલોમીટરની આ રથયાત્રાના રૃટમાં શ્યામલ ચાર રસ્તા, આનંદ નગર રોડ, રાહુલ ટાવર, પ્રેરણા તીર્થ રોડ, ચંદન પાર્ટી પ્લોટ, સુપર સોસાયટી, રામદેવનગર થઇને ઇસ્કોન મંદિર પરત ફરશે. ત્રિપદા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાનારી રથયાત્રાનો સવારે ૭ વાગે વરદાન ટાવરથી પ્રારંભ થશે અને તેનું સમાપન બપોરે ૧:૪૫ના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે કરવામાં આવશે. કઠવાડા ખાતે પણ ભગવાન જગન્નાથની ભવ્ય યાત્રા યોજાશે.

0 comments: