Saturday, 14 July 2018

આજે જગન્નાથજીની 141મી રથયાત્રા: આણંદમાં મેળાના સ્થળ ઉપર લટકતા વીજવાયરો

SHARE
આણંદ પંથકમાં ગ્રીડ રોડ પર એક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે સ્થળ પર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના પરથી વીજ વાયરોની મોટી લાઈન પસાર થાય છે. પ્રજાજનોના માથે આટલી મોટી ખાત હોવા છતા તંત્ર દ્વારા કેવી રીતે આ મેળાને પરમીશન અપાઈ તે વાતે નગરજનોમાં ભારે રસહ્ય સર્જ્યું છે. આણંદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસેથી ગ્રીડ થી વિદ્યાનગર જવાના નવા બનેલા રોડ પર એક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના આયોજનમાં આણંદ અને આસપાસના ગામોના લોકો સાંજ પડે જતા હોય છે. હજારોની સંખ્યામાં આવતા આ પ્રજાજનો જીવના જોખમે  મોજ શોખ કરી રહ્યા હોવાની વાત નગરજનોમાં ચર્ચાઈ હતી. આ મેળાનું આયોજન કરતા પહેલા તંત્રની મંજુરીની મહોરની જરુરીયાત ઉભી થતી હોય છે. પરંતુ આવા મોટા જીવતા વાયરોને જોઈ તથા હાલ ચોમાસાના વાતાવરણમાં ફુંકાતા પવનમાં જો કોઈ મુશ્કેલી સર્જાય તો લોકોનો જીવ જાય તેવી સ્થિતિ આ સ્થળ પર એક જોતા જણાઈ રહી છે. આ જગ્યાની પરમીશન આપતા પહેલા કલેક્ટરે જગ્યા જોઈ નહી હોય ?

SHARE

Author: verified_user

0 comments: