આજે પવિત્ર યાત્રા ધામ ડાકોર ખાતે રણછોડરાયજીની ૨૪૬મી રથયાત્રા નિકળશે.સમગ્ર તૈયારીઓને આખરીઓપ આપીદેવામાં આવ્યો છે. રણછોડરાયજી સોના-ચાંદીના રથમાં નગરનું પરીભ્રમણ કરશે. આરતી, કેસર સ્નાન બાદ રથયાત્રા નીકળશે નડિયાદ, કઠલાલ, મહેમદાવાદમાં પણ રથયાત્રા ડાકોરના ઠાકોરની શાહી સવારી નગરચર્ચા માટે આજે નિકળશે. જેમાં સૌ પ્રથમ સવારે ૬ઃ૪૫ વાગ્યે આરતી ,કેસર સ્નાનત્યારબાદ ૯ઃ૦૦વાગ્યાના અરસામા શ્રીજીના રથનું અધિવાસન કરવામાં આવશે. ત્યારબાદ શ્રીજીનું બાળ સ્વરૃપ ગોપાલ લાલજીને રથમાં બિરાજમાન કરવામાં આવશે. રથયાત્રા દરમ્યાન શ્રીજીને રથ, પાલખી, ગજરાજ, સુખપાલ જેવા પૌેરાણિક સાધનોમાં બીરાજમાન કરવામાં આવશે. રથયાત્રામાં આસપાસના ગામના લોકો તેમજ વડોદરા-મુંબઇથી ભાવિક ભક્તો ઉમટી પડશે.જેને લઇને નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં ભજનમંડળીઓ અને ભાવિકભક્તો નગરમાં ૮ કિલોમીટર પગપાળા જોડાશે. રથયાત્રાની શરૃઆત આશરે ૧૦ઃ૦૦ થી ૧૧ઃ૦૦ ના સમયગાળા દરમ્યાન થશે.મંદિર કમિટી અને શ્રધ્ધાળુઓ દ્વારા સમગ્ર રથયાત્રા દરમ્યાન પાણી, ફણગાવેલા મગ, ઠંડી છાસ, પુરી-શાક, ગાંઠીયા, ઠંડા શરબતની વ્યવસ્થા કરવામાં આવી છે. ડાકોરમાં રથયાત્રા દરમ્યાન પોલીસનો ચાંપતો બંદોબંસ્ત રહેશે.જેમાં ૧-ડીવાયએસપી, ૧-સીપીઆઇ, ૬-પીએસઆઇ, ૧૦૦ પોલીસ જવાનો, ૨૦ મહિલા જવાનો, ૧૦૦-હોમગાર્ડ, ૨૦-એસઆરપી,૪-બાઇક્યુલર, ૧-ડોગ સ્કોડ રથયાત્રા દરમ્યાન ખડે પગે રહેશે.

0 comments: