બ્રહ્માકુમારીઝ, પ્રભુ સ્મૃતિ ભવન, તથા શ્રીનાથજી એક્ઝિબિશન આણંદ ના સંયુક્ત ઉપક્રમે પુરુષોત્તમ માસ નિમિત્તે ભજન સ્પર્ધાનું આયોજ
બ્રહ્માકુમારીઝ, પ્રભુ સ્મૃતિ ભવન, તથા શ્રીનાથજી એક્ઝિબિશન આણંદ ના સંયુક્ત ઉપક્રમે પુરુષોત્તમ માસ નિમિત્તે ભજન સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પરમપિતા પરમાત્માના સ્મરણથી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હંસાબેન ધ્રુવ (અખિલ ગુજરાત યુવા સંગઠન પ્રદેશ મંત્રી), મનિષા શાહ (સ્પેશિયલ મીડિયા ઇન્ચાર્જ, આણંદ જિલ્લા ભાજપ મહિલા મોરચો), નિમિષાબેન જાની (નમસ્કાર ગુજરાત બ્યુરો ચીફ & ટ્રસ્ટી-સિને મીડિયા ફાઉન્ડેશન, અમદાવાદ), ઉપસ્થિત રહ્યા હતા. તેમજ હરીફાઈ ના ઇનામ ના દાતા પણ તેઓ હતા
કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી બહેનો દ્વારા પુરુષોત્તમ માસનું આધ્યાત્મિક મહત્વ સમજાવતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ શ્રીનાથજી એકઝીબીશન ના ઓનર શ્રી જયશ્રી બહેન ભટ્ટ એ સૌ નો આભાર વ્યક્ત કરતા પોતાના વિચાર ની રજુઆત કરી
ભજન હરીફાઈ નુ સંચાલન ડૉ હર્ષા બેન ગઢવી એ કર્યુ હતુ
આ ભજન સ્પર્ધામાં કુલ ૬ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં કુલ ૩ રાઉન્ડ રાખવામાં આવ્યા હતા અને દરેક ટીમે સુંદર રજૂઆત કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
સ્પર્ધાના નિર્ણયાક તરીકે જયશ્રીબેન ગાંધી અને વિશાલભાઈ રાજેન્દ્રભાઈ મિસ્ત્રી સેવા આપી હતી
આ હરીફાઈ મા પ્રથમ નંબરે રાધે રવિ મંડળ દ્વિતીય નંબરે જલારામ મંડળ અને તૃતીય નંબરે શ્રી જય અંબે મંડળ આવ્યા હતા તેમજ દરેક મંડળ ને આષવાષન ઇનામ પણ આપયા હતા
સ્પર્ધા દરમિયાન ઉપસ્થિત સૌ માટે તાજગીભર્યા ઠંડાપીણાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
પરિણામોની જાહેરાત બાદ બી.કે. સંધ્યા દિદીએ પ્રેરણાદાયક ભાષણ આપ્યું .
કાર્યક્રમના અંતે બ્રહ્માકુમારી બહેનો દ્વારા ધ્યાન (મેડિટેશન) શીખવવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમનો સમાપન વૃક્ષોના રોપા તથા પ્રભુ પ્રસાદના વિતરણ સાથે કરવામાં આવ્યો.
આ સમગ્ર કાર્યક્રમ ભક્તિ, આધ્યાત્મિકતા અને ઉત્સાહથી ભરપૂર રહ્યો હતો.
સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો-9979407774,
9879407774
0 comments: