Monday, 28 July 2025

ચારુતર આરોગ્ય મંડળ, કરમસદ ખાતે ૫૪મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

SHARE
ચારુતર આરોગ્ય મંડળ, કરમસદ ખાતે ૫૪મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
ચારુતર આરોગ્ય મંડળ, કરમસદ ખાતે ૨૮ જુલાઈ, ૨૦૨૫ના રોજ ૫૪મા સ્થાપના દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. આ ખાસ દિવસે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન શ્રી અતુલભાઈ પટેલ, માનદમંત્રી શ્રી અમિત પટેલ, બોર્ડ મેમ્બર્સ શ્રી જાગૃત ભટ્ટ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. અભય ધરમસી, રજીસ્ટ્રાર ડૉ. જયોતિ તિવારી, પ્રમુખસ્વામી મેડિકલ કૉલેજના ડીન ડૉ. હિમાંશુ પંડ્યાં, ભાઈકાકા યુનિવર્સિટી સંચાલિત અન્ય ઈન્સ્ટિટટ્યૂટના પ્રિન્સિપાલ, આમંત્રિત મહેમાનો, કર્મચારીગણ, ફેકલ્ટી, ડૉક્ટર્સ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આ ખાસ દિવસે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંસ્થાના કર્મચારીઓ અને તેમના કુટુંબીજનોએ ભાગ લઈ ડાન્સ, ગીત, ગરબા વગેરેની પ્રસ્તુતિ કરી હતી. સંસ્થામાં ૨૫ વર્ષ પૂર્ણ કરેલ કર્મચારીઓને અંગવસ્રમ અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
વધુમાં સંસ્થામાં આરોગ્યક્ષેત્રે વર્ષો સુધી સેવા આપેલ બે ડૉક્ટરો ડૉ. ઉત્પલા ખારોડ અને ડૉ. ગિરિશ મિશ્રાને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ ફૅકલ્ટીને સ્ટાર એકેડેમિશયન તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ૨ ફીઝિયોથેરાપી, ૨ નર્સિંગ અને ૧ મૅડિકલ ટેકનોલોજીના કૅકલ્ટીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ૨૧ જેટલા ડોક્ટરને 'સ્ટાર ડૉક્ટર' તરીકે અને ૨૨ જેટલા ડૉક્ટરને 'યંગ ઈમર્જીંગ ડોક્ટર' તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેજ મુજબ ૨ ડોક્ટરને 'સ્ટાર હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ' તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ચારુતર આરોગ્ય મંડળની સ્થાપના વર્ષ ૧૯૭૨માં સ્થાપક અધ્યક્ષ સ્વ. ડો. એચ.એમ. પટેલ સાહેબે ચરોતર પ્રાંતના લોકોને એકસમાન ધોરણે આધુનિક સારવાર મળી રહે તે હેતુથી કરી હતી. ૧૩૬ પધારીથી હોસ્પિટલની શરૂઆત કરીને આજે ૧૦૦૦ પથારી ધરાવતી એન. એ.બી.એચ. પ્રમાણિત શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં કાર્ડિયાક, કેન્સર, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને ક્રિટિકલ કેર સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેજ મુજબ શૈક્ષણિક ક્ષેત્રે નર્સિંગ કોલેજથી શરૂઆત કરીને આરોગ્યને લગતા કોર્સિસનું શિક્ષણ આપતી પ્રસિદ્ધ ભાઈકાકા યુનિવર્સિટીમાં પરિણમી છે.

સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો:9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: