Wednesday, 23 July 2025

વીરપુર તાલુકાના હાંડિયા ખાતે જન આક્રોશ સભા યોજાઈ : ૧૫૦૦થી વધુ દૂધ મંડળીના હોદેદારો ઉપસ્થિત રહયાકોગ્રેસ વીરપુરની વિકાસ રૂધી રહ્યું છે : અમૂલ ડિરેક્ટર રાજેશ પાઠક

SHARE
વીરપુર તાલુકાના હાંડિયા ખાતે જન આક્રોશ સભા યોજાઈ : ૧૫૦૦થી વધુ દૂધ મંડળીના હોદેદારો ઉપસ્થિત રહયા
કોગ્રેસ વીરપુરની વિકાસ રૂધી રહ્યું છે : અમૂલ ડિરેક્ટર રાજેશ પાઠક

બાલાસિનોર
કલ્પેશ પટેલ દ્રારા

વીરપુર તાલુકામાં અમૂલ ડેરી આણંદ દ્વારા જમીન લેતા અમૂલ ડેરીના કોગ્રેસ ડિરેક્ટરો અને કોગ્રેસ આગેવાનો દ્વારા વિરોધનો શૂર ઉઠાવ્યો હતો જે બાદ વીરપુર તાલુકામાં અમૂલ ડેરી દ્વારા ખરીદેલી જમીનમાં અમૂલ દ્વારા પ્લાન્ટ નાખી વીરપુરનો વિકાસનો પાયો નાખવામાં આવશે ત્યારે કોગ્રેસ આગેવાનો સામે વીરપુર તાલુકાની દૂધ મંડળીના ચેરમેનો અને પશુપાલકો દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૦૦ થી વધુ પશુપાલકો જોડાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર વીરપુર તાલુકામાં આવેલા હાંડીયા ખાતે જન આક્રોશ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીરપુર તાલુકાની તમામ દૂધ ઉત્પાદક મંડળીઓના ચેરમેનો અને સભાસદો અને પશુપાલકો ભારે સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા જેમાં અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઈ ( પપ્પુભાઇ ) પાઠકે સભાને સંબોધતા જણાવ્યું હતું કે વીરપુર ખાતે જમીન પારદર્શક રીતે ખરીદી કરવામાં આવી છે જે જમીન ખરીદતા પહેલા દૈનિક અખબારોમાં ત્રણ વખત જાહેરાતો પણ આપવામાં આવી હતી જ્યારે વીરપુર ખાતે જમીનના માલિકે મૂકેલા ભાવ કરતા ઓછા ભાવે તમામ ડિરેક્ટરોના હાજરીમાં ચર્ચા વિચારણા કર્યા બાદ બોર્ડમાં બહાલી આપ્યા બાદ જમીનની ખરીદી કરેલ છે અમૂલ ડેરી દ્વારા જમીન પ્રથમ વખત ખરીદી કરેલ નથી આણંદ,નડિયાદ સહિત પંજાબ,કલકત્તા, પુના સહિત અનેક જગ્યાએ જમીન ખરીદેલ છે આણંદ - ખેડાના કોગ્રેસના નેતાઓને વીરપુર તાલુકાનો વિકાસ દેખી શકતા નથી અને વીરપુર તાલુકા માટે  ઓરમાયુ વર્તન રાખી રહ્યા છે ત્યારે આ જમીન પર વાછડી ઉછેર કેન્દ્ર,વેટેનરી વિભાગ બનશે જેથી વીરપુર તાલુકાના પશુ પાલકોને સ્થાનિક કક્ષાએથી સીધો લાભ મળી શકશે જ્યારે આ પ્લાન્ટ બનવાથી સ્થાનિક યુવાનોને રોજગારીની તકો ઉભી થશે ત્યારે રાજેશભાઈ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે વીરપુરના સ્થાનિક નેતાઓને પણ વીરપુરનો વિકાસ થતો ના દેખી શકતા તેઓએ ખેડા - આણંદ જિલ્લાના કોગ્રેસના નેતાઓને સાથ સહકાર આપી રહયા છે જ્યારે આ તમામ વિરોધ ખોટો કરી પશુપાલકોને અને દૂધ મંડળીના ચેરમેનો ગુમરાહ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જ્યારે અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ અને વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢાને વીરપુરના વિકાસમાં રસ છે જ્યારે પશુપાલકોને જણાવ્યું હતું કે કોગ્રેસના નેતાઓને પૂછો તમને વીરપુરના વિકાસ થાય છે તો તમને પેટમાં કેમ દુઃખે છે કોગ્રેસ શાસિત અમૂલ ડેરીએ વીરપુરમાં એક ચપટી સિમેન્ટ  નાખ્યો નથી જ્યારે ભાજપ શાસિત અમૂલ ડેરી બનતા જ વીરપુર ખાતે આખો પ્લાન્ટ બનવા જઈ  રહ્યો છે જ્યારે તમામ પશુપાલકોએ રાજેશભાઈની તમામ વાતો સાથે સર્વે સંમતિ દર્શાવી હતી જ્યારે વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢાએ જણાવ્યું હતું કે ત્રણ વખત અમૂલ ડેરીના ડિરેક્ટરોના બોર્ડમાં ચર્ચા વિચારણા બાદ તમામ ડિરેક્ટરોની સર્વ સંમતિથી આ જમીન ખરીદી છે જ્યારે હાલ ચૂંટણી માથે હોવાથી ખોટો મુદ્દો બનાવી પશુપાલકો અને દૂધ મંડળીના ચેરમેનો અને સભ્યોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે વીરપુરના વિકાસ ના વિરોધીઓને ઓળખીને ખુલ્લા પાડવા જરૂરી છે ત્યારે આ વીરપુર તાલુકા જન આક્રોશ સભામાં અમૂલ ડેરીના વાઇસ ચેરમેને કાંતિભાઈ સોઢા,વડોદરા પ્રભારી અને અમૂલ ડેરી ચેરમેન રાજેશભાઈ( પપ્પુભાઇ )પાઠક,વીરપુર તાલુકા ડિરેક્ટર સાભાઈસિંહ,વીરપુર તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ,વીરપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન રજનીભાઈ પટેલ,ભાજપ આગેવાન એસ.બી. ખાંટ સહિત ભારે સંખ્યામાં વીરપુર તાલુકા દૂધ મંડળીઓન ચેરમેનો,સભ્યો  સહિત પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા અને વીરપુરને અમૂલ પ્લાન્ટ થકી વિકસિત કરવાનો મનોમન નક્કી કર્યું હતું.

સંકલન:કલ્પેશ પટેલ, બાલાસિનોર
મો:9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: