ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટીના દ્વિતીય પદવીદાન સમારોહનું ભવ્ય આયોજન
ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ ૨૯મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ યોજાવા જઈ રહયો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪ની બેચના ઉતિર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને પદવી દ્વારા સન્માનીત કરવામાં આવશે. આ પદવીદાન સમારોહમાં ૪૫ ગોલ્ડ મેડલ સહિત સ્નાતક, અનુસ્નાતક તથા પીએચ.ડી સાથે કુલ ૨૫૫૮ પદવી એનાયત કરવામાં આવશે. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે એલિકોન એન્જિનિયરીંગ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટરશ્રી પ્રયાસવીનભાઈ પટેલ તથા ચારૂતર વિદ્યામંડળના ચેરમેન અને ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટીના પ્રેસિડન્ટ એન્જીિનિયરશ્રી ભિખુભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ પદવીદાન સમારોહ તા ૨૯ જાન્યુઆરીના રોજ સાંજના ૦૬-૦૦ કલાકે શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે.
સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774,
9979407774
0 comments: