Tuesday, 12 November 2024

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં કુબોટા નવુ ટ્રેક્ટર B2441N (Narrow) નું લોન્ચિંગ

SHARE
વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં કુબોટા નવુ ટ્રેક્ટર B2441N (Narrow) નું લોન્ચિંગ

જાપાનીઝ ટેક્નોલોજી પર આધારિત કુબોટા B2441N ટ્રેક્ટર નું અનાવરણ

કુબોટા B2441N (Narrow), જાપાનીઝ ટેક્નોલોજી પર આધારિત ટ્રેક્ટર કે જે શેરડી, તમાકું, કેળ, કપાસ તથા બાગાયતી ખેતી માટે અનુકૂળ છે. તેનું વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુબોટા કંપનીના ઝોનલ મેનેજર  સચિન રાજમાને, રિઝનલ સેલ્સ મેનેજર શ્રી વિનોદ પાટીલ, રિઝનલ સર્વિસ મેનેજર  મિલન મકવાણા, એરિયા સેલ્સ મેનેજર  હેમંત યાદવ, એરિયા સર્વિસ મેનેજર  નવનીત પટેલ, ડેમોન્સ્ટ્રેટર (PMG)  ભરપૂર સિંગ, માર્કેટિંગ ટેરિટરી મેનેજર  અસલમ ઘાસુરા, ટેરીટરી મેનેજર  અમર ગવલી, સર્વિસ ટેરીટરી મેનેજર શ્રી રોહિત સિંગ, સ્પેર સ્પાર્ટ્સ મેનેજર ધાર્મિન કંસારા તથા ગુજરાત રાજ્યનાઓર્થો. ડિલર્સ રાજેશ પટેલ (લાલાભાઈ), સમર્થ પટેલ, મિનેશ પટેલ, ધવલ વાંસીયા, કૌશલ પટેલ, હરિઓમ પાટીલ, પ્રકાશ પટેલ અને વડતાલ તાબાના પોઇચાધામના શ્રી હરિકૃષ્ણ સ્વામી હાજર રહી આશીર્વાદ આપ્યા હતા.

આ પ્રસંગે માહિતી આપતા ઝોનલ મેનેજર સચિન રાજમાનેએ જણાવ્યું હતું કે, “આ ટ્રેક્ટર શેરડી, કપાસ, કેળ, તમાકું તેમજ બાગાયતી ખેતી માટે યોગ્ય ઉપયોગી છે.

આ ટ્રેક્ટરની પહોળાઈ 2.98 ફૂટ છે.
તેથી આ ટ્રેક્ટર આંતર ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે.
જાપાનીઝ ટેક્નોલોજી પર આધારિત આ ટ્રેક્ટરની ડિઝાઈન ચલાવવા માટે સરળ અને ઝડપી ખેતી કરે છે."

આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા, તેઓએ ખુબ સારો પ્રતિસાદ આપ્યો અને બુકિંગ પણ કરાવ્યું હતું.

સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774,
9979407774

SHARE

Author: verified_user

0 comments: