ILSASS કૉલેજ 'ENQUESTA 7.0- The Quiz Carnival', ક્વિઝ ફેસ્ટનું આયોજન કરાયું
ENCUESTA એ એક ક્વિઝ કાર્નિવલ છે, જે CVM UNIVERSITY સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેંગ્વેજ સ્ટડીઝ એન્ડ એપ્લાઇડ સોશિયલ સાયન્સ કોલેજ દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયા એ કરોડરજ્જુ છે જેના પર તેમની કારકિર્દીના સપના અને જીવનભરની મહત્વાકાંક્ષાઓની કલ્પના કરવામાં આવે છે. જ્યારે શીખવાની પ્રક્રિયામાં આનંદ અને બૌદ્ધિકતા એકસાથે મળે છે ત્યારે જીવનની શોધ તરફની સફર વધુ રોમાંચક થાય છે . Encuesta 7.0 – ક્વિઝ કાર્નિવલ, એક એવી ઇવેન્ટ છે કે જે સમગ્ર ગુજરાત રાજ્યની અનેક શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને બૌદ્ધિક પ્લેટફોર્મ આપવામાં સફળ રહી છે. એન્ક્યુએસ્ટા ત્રણ પ્રકારની ક્વિઝનું આયોજન કરે છે , કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજ ક્વિઝ અને કોલેજ કક્ષાએ ફિલ્મ પ્રેમીઓ માટે બોલિવૂડ ક્વિઝ. આ કાર્યક્રમમાં વડોદરા, આણંદ, નડિયાદ, સુરત, મહેમદાવાદ, કપડવંજ અને અમદાવાદની વિવિધ નામાંકિત શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.
ILSASS કોલેજ દ્વારા આ ઇવેન્ટની શુરુઆત 2018થી કરવામાં આવી હતી. ત્યારે સહભાગીઓની સંખ્યા 700 જેટલી રહી હતી. ત્યારબાદ દર વર્ષે આ સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. પડકારો હંમેશા નવીનતાને મંજૂરી આપે છે. અને કોવિડ-19ની પરિસ્થિતિમાં પણ ILSASS કોલેજ દ્વારા ટેક્નોલોજીની મદદ સાથે હાઇબ્રિડ મોડમાં ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન થયું હતું. અત્યાર સુધીમાં, 5000 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને આ કાર્યક્રમમાં બૌદ્ધિક રીતે લાભ લીધો છે.
CHALO AMERICA – VISHRAM INTERNATIONAL SERVICES જે ગુજરાતની અગ્રણી વિદ્યાર્થી વિઝા કન્સલ્ટન્સી છે અને LOAN DESTINATION જે 100% કોર્સ ફી સરળતાથી પૂરી પાડે છે, બંને એજન્સીઓ એવા વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પોષવાનું લક્ષ્ય રાખે છે, કે જેઓ વિદેશમાં તેમનું ભવિષ્ય બનાવવા માંગે છે. આ વખતે ILSASS કોલેજને તેમનો સહયોગ ENCUESTA માટે મળી રહ્યો છે.
ENCUESTA 7.0 માં સ્કૂલ ક્વિઝ માસ્ટર તરીકે વાસુ પટેલ, કોલેજ જનરલ નોલેજ ક્વિઝ અને બોલિવૂડ ક્વિઝ માસ્ટર તરીકે રોચક સક્સેના તથા સ્કૂલ બોલિવૂડ ક્વિઝના માસ્ટર તરીકે નીતિન રોહિત તથા હેત્વી મહેતા દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝનો ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા તથા ટીમ વર્ક સહભાગીઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. ફંક્શન દરમિયાન ILSASS ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફૂડ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા, જે પણ એક આકર્ષણનું કારણ હતું.
આ કાર્યક્રમમાં સી.વી.એમ. જોઈન્ટ સેક્રેટરી મેહુલભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ.હિમાંશુ સોની, રજીસ્ટ્રાર ડૉ. દર્શક દેસાઈ, ILSASS કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. સી.એન. અર્ચના અને વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. નઝમા પઠાને હાજર રહી શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમ સ્ટુડન્ટ કાઉન્સિલના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ચીફ એક્સીક્યુટિવ ઓફિસર વેદ પટેલ, મૅનેજિંગ જનરલ સેક્રેટરી પિયુષ ગાંધી તથા તેમની ટીમનો આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ રહ્યો.
સંકલન-કોમલ કુમાવત,કાજલ કંડોરીયા,કલ્પેશ પટેલ,વિધાનગર,
મો-9879407774,9979407774
0 comments: