વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટી સંચાલિત ઇલ્સાસ કોલેજ દ્વારા “સ્પોર્ટ ડે” ની વાર્ષિક ઊજવણી
ઇલ્સાસ કોલેજ દ્વારા કરવામાં આવેલ સ્પોર્ટ ડેનું આયોજન શાસ્ત્રી મેદાન ખાતે રાખવામાં આવેલું હતું, જેમાં કોલેજના વિધાર્થીઓ અને અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રમત ગમત પ્રોગ્રામનો કોલેજ પરિવારે રેલી સાથે મશાલ પ્રગટાવીને શુભારંભ કર્યો હતો.આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે એસ.એસ. કોલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન પ્રિન્સીપાલ બી.એલ.નાગર, ઇલ્સાસ કોલેજના પ્રિન્સીપાલ ડૉ.સી.એન. અર્ચના તથા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. જ્યાં બી.એલ.નાગરે જણાવ્યું હતું કે, “આજકાલના યુવાનો પોતાના શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામા ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયા છે, ત્યારે યુવાનોએ પોતાના સ્વાસ્થ્યને સારું બનાવી રાખવા રમતગમતને પોતાના જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ. રમતમાં હાર અને જીતને વધારે પડતું મહત્ત્વ ના આપવું અને ખાસ શરીરના સ્વાસ્થ્ય માટે રમવું જરૂરી છે.”કોલેજના વિધાર્થીઓ અને અધ્યાપકો દ્વારા યોજવામાં આવેલ આ પ્રોગ્રામમાં આઉટડોર ગેમ્સ જેવાં કે, લોંગ જમ્પ, રેસ 100 મીટર અને 200 મીટર, થ્રી લેગ રેસ, વિક્રમ વેતાળ, ટગ ઓફ વોર,લીંબુ ચમચી, કોથળા દોળ, ગોળા ફેક, કબ્બડી, સ્લો સાઇકલિંગ હતાં. આ પ્રોગ્રામના કોર્ડીનેટર ડૉ. મેહુલ રબારી, ડૉ. સંદીપ પટેલ , ડૉ જ્યોતિકા પટેલ અને ડૉ. નવોદિતા ભટ્ટ હતાં અને આ બધી જાણકરી મિડીયા પ્રવકતા ડૉ. ક્રિષ્ના ત્રિવેદી તરફથી મળેલ છે.
સંકલન:કાજલ કંડોરિયા, કલ્પેશ પટેલ,વિધાનગર
મો-9879407774,9979407774
0 comments: