Thursday, 14 December 2023

ઉર્દૂ સાહિત્ય અકાદમી, ગાંધીનગર ના સહયોગથી દીર્ઘ મીડિયા દ્વારા 'ઉલ્ફત-એ-ઉર્દૂ' કાર્યક્રમ યોજાયો

SHARE
ઉર્દૂ સાહિત્ય અકાદમી, ગાંધીનગર ના  સહયોગથી દીર્ઘ મીડિયા દ્વારા  'ઉલ્ફત-એ-ઉર્દૂ' કાર્યક્રમ યોજાયો

ઉર્દૂ સાહિત્ય અકાદમી, ગાંધીનગર ના  સહયોગથી દીર્ઘ મીડિયા દ્વારા  'ઉલ્ફત-એ-ઉર્દૂ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .  આ પરિસંવાદ માં પ્રત્યેક સહભાગી એ ઉર્દુ ભાષા પ્રત્યે નો પ્રેમ પોતાની રચના વળે કે પછી પોતાના ગમતાં રચનાકારો ની શેરો શાયરી વળે રજૂ કર્યો હતો .વિવિધ ભાષાઓના રચનાકારો એ એક મંચ પર ભેગા થઈ ભારતની ગંગા-જમના  સંસ્કૃતિની ઝાન્ખી કરાવી હતી . ઉર્દુ નાં પ્રખ્યાત કવિઓના શબ્દો એક  જ  સ્થળે સાંભળવા એ હાજર પ્રત્યેક માટે લ્હાવો બની ગયો હતો.
સરસ્વતીચંદ્રએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ ભાગ્યેશ ઝા , સતીન દેસાઈ 'પરવેઝ' , પ્રણવ ભારતી , નીલમ કુલશ્રેઠ , દિશા નાગર , પ્રદીપ પંડ્યા , નિશા ચંદ્રા , નીતા વ્યાસ , દેવેન્દ્ર આચાર્ય , દક્ષા જોશી વેગેરે  રચના કારો એ  પોતાની ઉર્દુ રચના ઓ વળે અમદાવાદી સાંજ ને આહલાદક બનાવી દીધી હતી . આઈ સી એ સી  આર્ટ ગેલેરીના વડા શ્રી રવીન્દ્ર મરડિયાજીએ આભાર વિધી કરી હતી.જાણીતા ટીવી ફિલ્મ મેકર મનીષા શર્મા એ આ કાર્યક્રમ નો કન્સેપ્ટ ડિઝાઇન કર્યો હતો

સંકલન: કલ્પેશ પટેલ,આણંદ
મો:- 9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: