મહુધા વિધાનસભા ભાજપ પરિવાર અને ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા આયોજિત નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં સૌ કાર્યકર્તા મિત્રોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને વડીલોનું સન્માન કર્યું.
આ કાર્યક્રમમાં ફીણાવ ગામના સરપંચ, ડે.સરપંચ, સભ્યો અને કોંગ્રેસના કાર્યકર્તાનું ભારતીય જનતા પાર્ટી પરિવારમાં સ્વાગત કર્યું.
આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યમાં ભાજપની ભવ્ય વિજય કૂચનો ઉત્સવ ઉજવ્યો.
આ પ્રસંગે ભારત સરકાર મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ ,જીલ્લા ભાજપ પ્રમુખ અજયભાઇ બ્રહ્મભટ્ટ , ખેડા જિલ્લા સંગઠન મહામંત્રી અમિતભાઇ ડાભી, મહામંત્રી રાજેશભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ નટુભાઈ સોઢા, પૂર્વ કારોબારી ચેરમેન જ્યંતિભાઈ સોઢા મહુધા, ચકલાસી સંગઠન પ્રમુખ રમેશભાઈ સોઢા, પ્રવિણસિંહ સોઢા, ચકલાસી, મહુધા શહેર પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલા, રૂપેશભાઈ રાઠોડ,તાલુકા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ મુકેશભાઈ દરબાર, નડિયાદ જિલ્લા પંચાયત સભ્ય ધીરજસિંહ પરમાર, ખેડા જિલ્લા સહકારી સંઘ ચેરમેન મહેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ ડો. હંસરાજભાઈ પટેલ, મહામંત્રી ઓ, પૂર્વ પ્રમુખ શ્રી ઓ. તાલુકા સભ્ય શ્રીઓ જીલ્લા - તાલુકા - શહેર સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો અને મોટી સંખ્યા માં વડીલો ઉપસ્થિત રહ્યા હતા
0 comments: