કર્મ એક એવું ક્ષેત્ર છે કે જેમાંથી મનુષ્ય બહાર રહેવાનો પ્રયાસ કરે તો એ જીવનમાં ધારી સફળતા ની સંભાવનાઓ ઓછી છે ત્યારે કર્મ ને જ સાચા અર્થમાં પ્રભુ સ્વરૂપ લઈ શિક્ષકો દ્વારા જ્યારે વિશેષ પ્રકારના વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન સમસ્યા માંથી એના નિરાકરણ માટે શિક્ષક દ્વારા કરવામાં આવેલું એક વિશેષ કાર્ય જેને ઇનોવેશન પણ કહી શકાય એવા જરા હટકે રહીને રાજ્યના શિક્ષકો શાળા માટે કે અભ્યાસ કરતા સમગ્ર શાળા તાલુકા જિલ્લા કે રાજ્યના વિદ્યાર્થી સમુદાય માટે નવતર શૈક્ષણિક કાર્ય કરતા હોય ત્યારે તે નવતર પ્રયોગો શાળા સમાજ અને વિદ્યાર્થીઓને મદદરૂપ થતાજ હોય છે કહેવાય છેકે જેને કામ જ કરવું છે તેને કોઈપણ પ્રકારના બહાનાં ના હોતા જ નથી ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડેમલી ગામના શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય માં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બતાવતા શિક્ષક શ્રી ઈન્દ્રવદનપરમાર દ્વારા દર વર્ષે અને સમયાંતરે શાળાના વિદ્યાર્થીઓ અને તાલુકા જિલ્લા રાજ્યના વિદ્યાર્થીઓ માટે રજાના દિવસોમાં કે જાહેર રજાઓમાં શૈક્ષણિક નવતર પ્રયોગ કરતા જોવા મળેલા છે ૯ માં જિલ્લા કક્ષા શૈક્ષણિક ઇનોવેશન ફેરમાં તાલુકામાંથી પસંદગી પામેલ જિલ્લામાં 28 ઇનોવેશન લઈને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા ડાયટ ના પ્રાચાર્ય ગઢવી સાહેબ તથા સિનિયર લેક્ચર બી એમ સોલંકી , ઉમેશ ચૌહાણ અને એમની વહીવટી કાર્ય કુશળ ટીમ દ્વારા ત્રણ દિવસ દરમિયાન ખૂબ સુંદર રીતે ઇનોવેશન પ્રસ્તુત થયા અને જિલ્લાના વિઝીટર શિક્ષકોએ મુલાકાત લઈને તેનો લાભ લીઘો હતો માધ્યમિક શાળામાંથી શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી ના શિક્ષક શ્રી ઇન્દ્રવદન પરમાર દ્વારા નવતર પ્રયોગ "શૈક્ષણિક વિષયવસ્તુના ફિલ્માંકન દ્વારા એકમોની સમજૂતી" જેમાં ધોરણ૧૦ ગુજરાતી "ગતિભંગ" એકમનો અભિનય કૌશલ્યના માધ્યમ દ્વારા સરસ અસરકારક લાગણીશીલ કરૂણાસભર વર્તમાન સમય સાથે તાલમેલ મેળવી અર્બન મુવી માં દ્રશ્ય નિર્માણ કરીને સરસ ચિત્ર નિરૂપણ પ્રદર્શિત કરી ખૂબ જ અસરકારક નવતર પ્રયોગ પ્રસ્તુત થયો ત્યારે તેને ઉપસ્થિત સૌ વિઝીટર્સ અને આયોજકોએ આવકાર્યો હતો શાળાના અને રાજ્યના વિદ્યાર્થીઓને મૂળ વિષય વસ્તુ તરફ વિદ્યાર્થીઓ ને પરીક્ષાલક્ષી, મૂલ્યલક્ષી તથા જ્ઞાન સંવર્ધન જાણકારી પ્રાપ્ત કરે તેવા શુભ હેતુથી 31 મિનિટની ગુજરાતી અર્બન શૈક્ષણિક શોર્ટ ફિલ્મ ગતિભંગ બનાવીને હૃદયને સ્પર્શી જાય અને ધારદાર અસરકારક કરુણ કંટીન્યુટી સાથે કરુણાસભર ફિલ્મનું નિર્માણ કરીને યુટ્યુબ ચેનલ ઇન્દ્રવદન પરમાર ઉપર મૂકવામાં આવેલી છે જે આજે પણ જોઈ શકાય છે ત્યારે શિક્ષકમાં રહેલા વિશેષ ખ્યાલો અભિનંદનને પાત્ર છે ગતિભંગ ફિલ્મ માં કલાકારો સાચા અર્થમાં અસરકારક ભૂમિકામાં જોવા મળ્યા છે યુટયુબ ચેનલ ઈન્દ્રવદનપરમારવિશ્વ ચેતના ફિલ્મ્સ ઉપર આ ફિલ્મ જોઈ શકાય છે ફિલ્મમાં નવા અંદાજ સાથે ખુબ સુંદર રીતે અભિનય ડૉઇન્દ્રવદન પરમાર તથાઅંજુ પટેલ નાનકડી દીકરીજીલ પરમાર નો અભિનય ખરેખર દાદ માંગી લે તેવોછે હૃદયને સ્પર્શી જાય તેવો અભિનય શિક્ષક અને કલાકાર એવા ઇન્દ્રવદનભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યો છે જેનુ ડાયરેક્શન કથાનું અભિનય લેખન અને ગીત સંકલન તથા ગીત લેખન પણ ઇન્દ્રવદન ભાઈ પરમાર સ્વયમ પોતે જ દિગ્દર્શન કરેલ છે એ ખૂબ મોટી બાબત કહેવાય મલ્ટી પર્પઝ ટેલેન્ટેડ વ્યક્તિઓ સમાજમાં ઘણી ઓછી જોવા મળતી હોય ત્યારે ઇન્દ્રવદનભાઈ પરમાર ની સામાજિક સેવાઓ માટે સમાજમાં ગાયત્રી પરિવાર ક્ષેત્રે લાયન્સ ક્લબમાં તથા જનસેવા સંગઠન ,ઇગલ સોશિયલ ગ્રુપ જેવા વિવિધ સમાજની સેવાકીય સંસ્થાઓમાં પ્રમુખ રહીને સમાજની સેવાઓ આજે પણ કરતા જોવા મળ્યા છે.
વ્યક્તિમાં શોખ હોય ઉત્સાહ હોય અને કંઈક કરી છૂટવાની ભાવના ધગશ અને સમર્પણ ભાવ હોય ત્યારે ડેર ટુ બી ડિફરન્ટ જેવા થોડા વિશેષ અભિગમો ધરાવતા વિશેષ શિક્ષક તરીકે ઇન્દ્રવદનભાઈ પરમાર અદભુત સમાજને આ પોતાનું આ નવતર શૈક્ષણિક કાર્ય સમાજને અને વિદ્યાર્થીઓને પદાર્પણ કર્યું છે ફિલ્મનો સમગ્ર ખર્ચ શિક્ષક પોતે વહન કરતા જોવા મળ્યા છે જેમને કોઈપણ પ્રકારની કોઈની પાસેથી અપેક્ષાઓ નથી સમાજને ઈન્દ્રવદનપરમાર જેવા શિક્ષક હર હંમેશ સામાજિક મદદ અને સેવાનું ઝરણું આપતા જ આવ્યા છે બ્લડ ડોનેશનના ક્ષેત્રમાં પણ તેઓ સતત દિન રાત જરૂરિયાતમંદ વ્યક્તિઓને સહાય કરવા માટે મદદરૂપ થવા માટે અને પોતે પણ 41વખત બ્લડ ડોનેશન કરી ચૂક્યા છે બ્લડ ની જરૂરિયાત સમયે તેઓ આ સેવા તાત્કાલિક આપવા માટે પ્રયાસ હાથ ધરે છે અને પહોંચાડે છે
વિશ્વ ચેતના ફિલ્મ્સ અંતર્ગત એક નવાજ રંગ રૂપ અને અપડેશન માં "ગતિ ભંગ"
ગુજરાતી અર્બૅન એજ્યુકેશનલ શોર્ટફિલ્મ જેની સુંદર રચના
સ્ટોરી સંકલન સહ અભિનયલેખન ગીતકાર .-
ડૉ ઇન્દ્રવદન પરમાર સપોર્ટ રાજુ પરમાર
મૂળલેખક મોહનલાલ પટેલ
ડાયરેક્ટર :ડૉ ઇન્દ્રવદન પરમાર. ફિલ્મ ના ગીત ને મધુરકંઠ આપ્યો છે એવાશ્રી ડૉઈન્દ્રવદન પરમાર, નરેશબારીયા, લીલા પરમાર.
રેકોર્ડિંગ સ્ટુડિયો ગીત સ્ટુડિયો બોની બારીયા
ડીઓપી કેમેરા એડિટર પ્રવીણપટેલ
મેકઅપ રંગભૂષાએસ એસ ખાન કોરિયોગ્રાફી નૃત્ય મુન્ના રાજપુત સાથસહકાર
વિક્રમભાઈ તથા રમેશભાઈપરમાર દલવાડાકાંતિ પટેલ.. મીઠાલી ખુબ સહકાર આપેલો છે ત્યારે આ ફિલ્મમાં ઇનોવેટિવ કલાકારો સર્વશ્રી
કલાકારશ્રી ડૉ ઇન્દ્રવદન પરમાર,અંજુ પટેલ
જીલ પરમાર,પિનલ ,સેજલ ,જીયા ,મોહન મછાર મીનાક્ષી મછાર,સ્પોટબોય દિલીપ પરમાર
ખુબ જ સુંદર અભિનય સાથે કલાકારોએ પોતાનું આ કાર્ય ગતિભંગ ફિલ્મમાં અભિનય કૌશલ્ય મુકેલ છે જીવનમાં જેનો જન્મ છે તેનું મૃત્યુ છે પરંતુ મૃત્યુ પામેલી દીકરીની લાગણી અને વ્યથા ને અને વેદના ને ધારદાર અસરકારક રીતે અહીં અભિનયના ઓજસ પાથરીને કલાકાર શ્રી ઇન્દ્રવદન પરમાર અને એમની ટીમેખુબ સુંદર અભિનય કૌશલ્ય બતાવેલું છે જે ખરેખર દાદ માંગી લે તેવું છે
સંકલન:કલ્પેશ પટેલ
મો-9979407774
9879407774
0 comments: