Friday, 13 October 2023

સિકંદર પોરડા થી પૉખિયા ને જોડતો રોડ ખુબજ બિસ્માર હાલતમાં વાહનચાલકો પરેશાન

SHARE
સિકંદર પોરડા થી પૉખિયા ને જોડતો રોડ ખુબજ બિસ્માર હાલતમાં વાહનચાલકો પરેશાન
      કઠલાલ તાલુકાના સિકંદર પોરડા થી કપડવંજ તાલુકાના પૉખીયા ચોકડી ને જોડતો માર્ગ જે હાલ ખુબજ બિસમાર હાલત માં ફેરવાય ગયો છે, જ્યારે આ માર્ગ દિલ્હી મુંબઈ ને જોડતો વાયા મોડાસા શામળાજી નો માર્ગ છે આ માર્ગ પર ભારે માલવાહક વાહનો ની વધારે અવરજવર ના કારણે આ માર્ગ સારી ગુણવત્તા નું મટીરીયલ વાપરી બનાવવામાં આવે તો લાંબા સમય સુધી ચાલે  જ્યારે ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન બહુ જજરીત હાલત ઉબડખાબડ થઈ ગયો છે ત્યારે આ માર્ગ પર વસતા રાહદારીના લોક મુખે ચર્ચા થઇ રહી છે કે છેલ્લા બે થી ત્રણ મહિનાથી એકજ ટ્રેકટર ચાલક દ્વારા બે ચાર
 માણસ લાવી ને મોટા ખાડા પૂરવા માં આવી રહ્યા છે જેમાં હલકી ગુણવત્તાના મટીરીયલ  વાપરવામાં આવે છે જેમાં કપચી મોટા મેટલ નાખી ને ખાડા પૂરવા થી કોણ જાણે અકસ્માતો ને આમંત્રણ આપવામાં આવતુ હોય તેવું લાગી રહ્યું છે , કપચી નાખવાથી તેમાં રહેલી ધૂળ ઉડવાથી થી રસ્તે જતા વાહન ચાલકો ને ખૂબ મોટી સમસ્યાઓ થય રહી છે જેના લીધે વાહન ચાલકો ની માગણીઓ છે કે સત્વરે નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવે અને વ્યવસ્થિત ડામર થી ખાડા પૂરવામાં આવે.
રસ્તે ઊડતી ધૂળ ના કારણે ખેડૂતો ના ઉભા પાકો ને પણ મોટી માત્રામાં નુકસાન થઇ રહ્યું છે .જેમ કે કપાસ , દિવેલા, વરિયાળી જેવા પાકમાં ઊડતી ધૂળ ના કારણે નુકસાન થતું હોવાનું ખેડૂતો દ્રારા આક્રોશ ઠાલવતા જણાબ્યુ હતું


સંકલન:સુરેશ પરમાર,ચિખલોડ

SHARE

Author: verified_user

0 comments: