Wednesday, 27 September 2023

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શોર્ય જાગરણ યાત્રા નો રામ રથ ચિખલોડ ગામમાં આગમન સાથે જ રામ રથ નું સ્વાગત કરવામાં આવ્યુ

SHARE
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શોર્ય જાગરણ યાત્રા નો રામ રથ ચિખલોડ ગામમાં આગમન સાથે જ રામ રથ નું સ્વાગત કરવામાં આવ્યુ 
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ખેડા વિભાગ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા નુ વિર ભાથીજી મહારાજ ધામ ફાગવેલ થી પ્રસ્થાન કરાવામા આવ્યુ , આ પ્રસંગે   ઉત્કંઠેશ્વર મહાદેવ મંદીર મંહત શ્રી અનિરુદ્ધ ગીરી, પ્રાંત સહ મંત્રી મુકેશભાઈ ગોર,પ્રાંત બજરંગ સહ સંયોજક ભોલુભાઈ દેસાઇ,આણંદ જીલ્લા સંયોજક બજરંગ દળ આકાશ રાવ,આણંદ જીલ્લા ઉમેશ ઠક્કર,વિભાગ મંત્રી મુકેશ પટેલ,કપડવંજ જીલ્લા મંત્રી મનોજ ઠક્કર, કપડવંજ જીલ્લા બજરગ દળ સંયોજક રવી જોષી, સહીત વિભાગ જીલ્લા પ્રખંડ ના કાર્યકર્તા ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બે રથ ખેડા આંણદ જીલ્લા ના 200 ઉપરાંત ગામો મા 13 દીવસ રહેસે અને સમાપન નડીયાદ ખાતે સંતરામ મંદીર મા 8 ઓક્ટોબરના રોજ યોજાશે. જ્યારે એક રથ ને ફાગવેલ ભાથીજી મહારાજ ના સ્થાને થી પ્રસ્થાન કરવામાં આવ્યું અને લસુંન્દ્રા થય ને કપડવંજ તાલુકાના ચિખલોડ ગામમાં રામ રથ યાત્રા આવતા ની સાથેજ ગામના સાથ સહકાર થી અને ગામના યુવાનો દ્વારા રામ રથ નું સ્વાગત કરવામાં આવ્યું હતું, અતુલભાઈ પારેખ દ્વારા રામ રથ માં બિરાજમાન હનુમાનજી ની ફૂલહાર પહેરાવીને આરતી કરવામાં આવી હતી જેનો લાભ ગામમાંથી પધારેલ સમગ્ર ગ્રામ જનો એ લીધો હતો . પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે બાઈક રેલી યોજી ને ડીજે સાથે વિશ્વ હિન્દુ પરિષદના ૬૦ વરસ પૂર્ણ થયા હતા જ્યારે રામ રથ ને દરેક ગામોમાં  લય જય ને અયોધ્યા રામ મંદિર દર્શન કરવા માટે સમગ્ર હિન્દુ ધર્મ ની જનતાને સંદેશ આપવામાં આવ્યો હતો.

રિપોર્ટર:સુરેશભાઈ પરમાર,ચિખલોડ
SHARE

Author: verified_user

0 comments: