Tuesday, 26 September 2023

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગજાપુરા કાટુ ગામના ચાર બાળકો તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતુ. બનેલ આ દુઃખદ ઘટનાને લઈને નાનકડા ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી

SHARE
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગજાપુરા કાટુ ગામના ચાર બાળકો તળાવમાં ડૂબી જતાં મોત  નિપજ્યું હતુ. બનેલ આ દુઃખદ ઘટનાને  લઈને નાનકડા ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી
    
     ઘોઘંબા તાલુકાના ગજાપુરા કાટું ગામના તળાવ તરફ સવારે પહોંચેલ ચાર બાળકો પાણીમાં ગરકાવ થઈ જતા ચારે બાળકોના મોતનાં નિપજ્યા હતાં. ચારે બાળકો એક ગામના હોવાનુ જાણવા મળેલ છે. ઘોઘંબા તાલુકાના ગજાપુરાનાં પુજેરીયામાં રહેતાં પરિવારોના માસુમ ચાર બાળકનો ગામના તળાવનાં પાણીમાં મોત થતાં આખું ગામ હિબકે ચડ્યું.ગામના લોકો તળાવ કિનારે પોહચી તરવૈયાઓ દ્વારા બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના સ્થળે કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારી, ઘોઘંબા મામલતદાર ટીમ, તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કામગીરી હાથ ધરી હતી. ચારે બાળકોનાં મૃતદેહોને ઘોઘંબા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામના પુજારિયા ફળિયાના (૧) સંજય વીરાભાઇ બારીયા ઉ.વ.૧૦, (૨) અંકિત બારીયા (૩)રાહુલ રમેશભાઈ બારીયા ઉ.વ.૯ (૪) પરસોત્તમ બારીયા ઉ.વ.૧૧ નાં ઓ તળાવના પાણીમાં ગરકાવ થતાં મોત નિપજ્યા હતા.


રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
SHARE

Author: verified_user

0 comments: