Wednesday, 12 April 2023

વુમન એસોસિએશન આણંદ દ્વારા 23 માં વાર્ષિકોત્સવ દિનની ભવ્ય ઉજવણી

SHARE
વુમન એસોસિએશન આણંદ દ્વારા 23 માં વાર્ષિકોત્સવ દિનની ભવ્ય ઉજવણી
સીને મીડિયા ફાઉન્ડેશન પ્રમુખ,ન્યૂઝ ઓનલાઈન ગ્રુપ તંત્રી ડો કલ્પેશ પટેલ,નમસ્કાર ગુજરાત   દૈનિક બ્યુરો  ચીફ,સીને મીડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટી નિમિષાબેન જાની નું વિશેષ સન્માન કરાયું
વુમન એસોસિએશન આણંદ દ્વારા લાયન્સ ક્લબ ખાતે પ્રમુખ હંસાબેન સી પટેલની અધ્યક્ષતામાં અને ઉપપ્રમુખ  જય શ્રી ભટ્ટની પ્રેરણાથી 23 મુ વાર્ષિકોત્સવ દિન ઉજવાયો. કુ. નિષ્ઠા કાકડે એ ગણેશ વંદના કરી કાર્યક્રમના શ્રી ગણેશ કર્યા. 
આ પ્રસંગે બ્રહ્માકુમારી રાજ યોગીની ગીતાબેન એ આશીર્વાદ આશિર્વચન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં વાસંતીબેન પટેલ રાજબેન ભાટીયા  કાર્યક્રમના ઉદ્ઘાટક અને વાર્ષિકોત્સવ ના ભોજન ના દાતા કેંગન વોટર ના મયંકભાઇ પટેલ,  શૈલેષભાઈ બજાણીયા તથા તેમની ટીમ હાજર રહી કેંગન વોટરની અગત્યતા સમજાવી હતી. 
 માજી આચાર્ય કોકીલાબેન ત્રિવેદી, તનિષ્ક જ્વેલર્સના માર્કેટિંગ મેનેજર  વિવેકભાઈ વ્યાસ, મનીષાબેન શાહ, બીજેપી અગ્રણી કાર્યકર કોકીલાબેન પટેલ, તલાટી કમ મંત્રી સ્મૃતિ ઠાકર, શ્રી ચામુંડા ફર્નિચરના ઓનર જ્યોતિબેન ચુડાસમા, એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ એડવાઈઝર છાયાબેન, ફેશન વર્લ્ડ ચોલી પોઇન્ટ ફરીદાબેન, વીણાબેન અરોરા, દિપાલીબેન શાહ, પર્લ આર્ટ  સ્ટુડિયો ના ઓનર જૈમીની પ્રજાપતિ વગેરે મહેમાનગણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી સંસ્થાને આર્થિક સહયોગ આપ્યો. 

સીને મીડિયા ફાઉન્ડેશન પ્રમુખ,ન્યૂઝ ઓનલાઈન ગ્રુપ તંત્રી ડો કલ્પેશ પટેલ, સામાજિક કાર્યકર  વિપિનભાઈ પંડ્યા તથા ચરોતર બંધુ ન્યુઝ તંત્રી દલસુખભાઈ પ્રજાપતિએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. 
પ્રમુખ હંસાબેન સી પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉપપ્રમુખ  જય શ્રી ભટ્ટે સંસ્થાનો પરિચય આપ્યો હતો. તેમજ પૂર્વ ખજાનચી  રચનાબેન શાહે નાણાકીય અહેવાલ આપ્યો હતો. 
નમસ્કાર ગુજરાત   દૈનિક બ્યુરો  ચીફ,સીને મીડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટી નિમિષાબેન જાની તથા એમ.એમ.બી.વી.એસ કાર્યકારી પ્રમુખ કમળાબેન પટેલે આમંત્રિત મહેમાનોના સન્માન માટે સાલ તથા સ્ટોલ આપ્યા હતા. ડોક્ટર હર્ષાબેન ગઢવીએ એમઓસી તરીકે સેવા આપી હતી. પોતાની આગવી રમુજ શૈલીમાં કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સહજાનચી હંસાબેન ધ્રુવ નો સહકાર સાંભળ્યો હતો. ખજાનચી મીનાબેન દલવાડી તથા કારોબારી રૂપાબેન ઘગટે જન્મદિનની ઉજવણી કરાવી હતી. સવિતાબેન ભરડવા થયા હતા. પ્રમુખ  હંસાબેન પટેલે સરપ્રાઈઝ ગેમ રમાડી હતી. જેના વિજેતા રૂપાબેન ધગટ થયા હતા.સભ્ય બેન  ભાવનાબેન પટેલ તથા છાયાબેન સોનીએ રંગોળી દ્વારા સૌનું સ્વાગત કર્યું હતું. અંતમાં મંત્રી અંજુબેન ઠાકરે સંસ્થા વતી સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો.

ફોટો-હર્ષ જાની, આણંદ
મો-9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: