પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આણંદ શહેરના એક પરીવાર માટે આશિર્વદ સમાન સાબિત થઈ
આણંદ ખાતે આવેલ પલ્સ કાર્ડીયાક હોસ્પિટલ દ્વારા તાજેતરમાં હ્યદય રોગની સર્જરી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આણંદ શહેરના એક પરીવાર માટે આશિર્વદ સમાન સાબિત થઈ છે.
23 સપ્ટેમ્બર 2018 નાં દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ યોજનાનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો આયુષ્યમાન ભારત યોજના દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે
આણંદ શહેરમાં આવેલ પલ્સ કાર્ડીયાક હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્યરત છે.જેમા આજે આણંદ શહેરના ભુપેન્દ્રભાઇ પંજાબી નામના દર્દીની હ્યદય રોગની સર્જરી કરવામાં આવી હતી.આણંદ શહેરમાં રહેતા ભુપેન્દ્રભાઇ પંજાબીને અચાનક છાતીમા દુખાવો તથા પરિવારજનો તરતજ તેમને આણંદના સો ફુટ રોડ પર આવેલ પલ્સ કાર્ડીયાક હોસ્પીટલ ખાતે લઇ ગયા હતા જ્યાં હાજર ડોક્ટર કૌશલ ગાંધી દ્વારા ભુપેન્દ્રભાઇ નું ચેકપ કરતા માલુમ પડેલ કે તેઓના હ્યદયની એક નશ ચોકપ હોવાના કારણે તેઓને આ દુખાવો થાય છે. અને તેઓનું તાત્કાલીક ઓપરેશ કરવાની જરૂર છે.અને જેનો ખર્ચ દોઢ લાખ ઉપરાંત થાય તેવું છે. પરંતુ આ ખર્ચ ભુપેન્દ્રભાઇના પરીવાર ને કરવું મુશ્કેલ હતું પરંતું હોસ્પીટલમાં સરકારની આયુષ્યમાન કાર્ડ સેવા ચાલું હતી અને દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોવાને કારણે તેઓના હ્યદયનું ઓપરેશન તદન મફત થઈ ગયો હતો ભુપેન્દ્રભાઇનું આજે દોઢ લાખ ઉપરાંતના ખર્ચનું ઓપરેશન તદન મફત થઈ ગયું હતો. જેમાં દર્દીના પરિવારે ભુપેન્દ્રભાઈનું નિ શુલ્ક આયુષ્યમાન કાર્ડમા થયેલ ઓપરેશનને લઈને પ્રધાનમંત્રી નો આભાર માન્યો હતો.
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: