શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ ડાકોર દ્વારા આયોજિત
શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ 2023 યોજાયો
શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ ડાકોર દ્વારા આયોજિત વિશ્વકર્મા જયંતી મહોત્સવ નો આયોજન ભાવિ ભક્તો દ્વારા કરવામાં આવેલ જેમાં સવારે દાદાની પૂજા કરી સમગ્ર ડાકોર ધામમાં શ્રી વિશ્વકર્મા દાદા નો વરઘોડો અને પધરામણી કરવામાં આવેલ આ ઉપરાંત આવેલ સર્વે ભક્તોને મહાપ્રસાદી શૈલેષભાઈ સુથાર દ્વારા કરવામાં આવેલ દાદાની મહાઆરતી સાંજે આયોજિત કરેલ
સમગ્ર આયોજનમાં પ્રમુખ નિમેશ સુથાર, મંત્રી જયંતીભાઈ સુથાર, સહમંત્રી વિપુલભાઈ ગજ્જર સર્વે ટ્રસ્ટી સભ્યો હેમંતકુમાર પંચાલ, દીપકભાઈ મિસ્ત્રી, પ્રદીપભાઈ સુથાર, હિતેનકુમાર ગજ્જર, ચિરાગકુમાર સુથાર, સુરેશભાઈ સુથાર, ભદ્રેશભાઈ સુથાર, રજનીભાઈ મિસ્ત્રી, જગદીશભાઈ ગજ્જર, અરવિંદભાઈ સુથાર, રમેશભાઈ પંચાલ અને જ્યોતીન્દ્ર ગજ્જર ની મેહનત અને જહમત ખુબ સુંદર રહી.
છેલ્લા 100 વર્ષ થી શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ ડાકોર દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવ નું આયોજન સુંદર રીતે કરવામાં આવે છે હજારો ભાવિ ભક્તો તેનો લાભ લઈ સમગ્ર હિન્દુસ્તાન માંથી વિશ્વકર્મા પુત્રો આ મંદિરનો લાભ લે છે શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ ડાકોર એકમાત્ર સુવર્ણ મંદિર છે
ડાકોર ધામમાં પ્રાચીન શ્રી વિશ્વકર્મા મંદિર છેલ્લા 110 વર્ષથી સ્થાપિત છે અને સમગ્ર ભારત માં પહેલું સુવર્ણ સિંહાસન મંદિર આવેલ છે તેનો સર્વે ભક્તો લાભ લેવા વિનંતી
સંકલન-કલ્પેશ પટેલ,નડીયાદ
મો-9879407774
0 comments: